રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. આ દરમિયાન અમરેલી જિલ્લામાં ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના કેરાળા નજીક લાઠી સ્ટેટ હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. ખાનગી બસ અને અલ્ટો કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે.

આ અકસ્માત અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલા કેરાળા નજીક બન્યો હતો. અકસ્માતની તીવ્રતા એટલી હતી કે અલ્ટો કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. અકસ્માત બાદ સ્ટેટ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ટ્રાફિક નિયંત્રણમાં લેવા સાથે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

મૃતકોની ઓળખ માટે કવાયત
કારમાં સવાર મૃતકોની ઓળખ કરવા પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. અકસ્માતના કારણોની તપાસ પણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આધારભૂત વર્તુળોમાંથી માહિતી મળી રહી છે કે મુત્યુ પામનાર બગસરા તાલુકાના સમઢિયાળા ગામના વતની છે. ડેડ બોડી હાલ લાઠી સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવેલ છે.

મૃતકના નામ:
જીતેન્દ્રભાઈ ધનજીભાઈ પાટડિયા ( ગામ- સમઢીયાળા – બગસરા)
બાલીબેન( અસ્મિતા) ચતુરભાઈ ગઢીયા ( ગામ- સમઢીયાળા – બગસરા)
ભરતભાઈ હરિભાઈ સોજીત્રા

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો