બગસરા રૂપેશ રૂપારેલિયા/ આશિર્વાદ રેસ્ટોરન્ટ સ્ટેશન રોડ પર વેપારી મહામંડળ ની કારોબારી મળેલ હતી.જેમાં આવતા દિવસો માં વેપારી મહામંડળ દ્વારા આગામી કાર્યક્રમ ની પ્રમુખ શ્રી ભાવેશભાઈ અમૃતલાલ મસરાણી ની અધ્યક્ષતા માં કાર્યક્રમની રૂપરેખા વિશે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં સેક્રેટરી નંદકિશોર પાનસુરીયા, ઉપપ્રમુખ જયસુખભાઈ ઘડિયા, વિકાસભાઈ મોદી,યોગેશભાઈ રાદડીયા,કમલભાઈ વોરા , મુસ્તાક ભાઈ ભારતી વાલા,અતુલભાઈ ખૂટ,ભરત ભાઈ સોમાણી,કિરીટભાઈ જીવાણી વગેરે હાજર રહ્યા હતા.







