અજયભાઈ વાળા, ધારી:  અમરેલી જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા તરીકે રાજુલા તાલુકાની ડુંગર જિલ્લા પંચાયતના સભ્ય   જેરામભાઈ દુલાભાઈ કાછડ ઉફૅ જે ડી કાછડને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

અમરેલી જિલ્લા કોંગ્રેસની બેઠકમાં  દુલાભાઈને અમરેલી જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે.  અને આ નિર્ણયને અમરેલી જિલ્લા ના કોંગ્રેસના આગેવાન પરેશભાઈ ધાનાણી, વીરજીભાઈ ઠુમર, ઠાકરશીભાઈ મેતાલીયા, જેનીબેન ઠુમર, પ્રતાપભાઈ દુધાત, ચંદ્રેશભાઇ રવાણી, ટીકુભાઈ વરૂ, ગાગાભાઈ હડીયા, નાયાભાઈ ગુજર, અશોકભાઈ ચાવડા તેમજ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને કોંગ્રેસના વિવિધ સેલના આગેવાનોએ તેમજ તાલુકા પંચાયતના પુવૅ જિલ્લા પંચાયતના ચેરમેન સહિતના આગેવાનોએ આ વરણીને આવકારેલ છે અને ખુશી વ્યક્ત કરી છે તેવું અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત ના પી એ ની યાદીમાં જણાવે છે