સાંસદ તિરથસિંહ રાવતએ મુખ્યમંત્રી પદ પરથી ગઈ કાલે રાજીનામું આપ્યા બાદ હવે પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના નવા મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે.

પુષ્કરસિંહ ધામી ખટિમા વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. આજે મળેલી ભાજપના વિધાનસભા મંડળની બેઠકમાં નવા મુખ્ય પ્રધાન તરીકે પુષ્કરસિંહ નામ પર મહોર લગાવવામાં આવી છે . શપથ ગ્રહણ સમારોહ રાજભવન ખાતે આજે સાંજે 6 વાગ્યે યોજાશે. ત્યાં તૈયારીઓ કરવામાં આવી છે