અહેવાલ મેહુલ ત્રીવેદી ધારી/ ધારી તાલુકાના ફતેગઢા ગામમાં રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળ્યું છે. ફતેગઢ ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, સભ્યો તેમજ અનેક આગેવાનોએ ધારાસભ્ય જે.વી. કાકડીયા અને મહાવીર બાપુ તેમજ અજયભાઈ વાળાના હસ્તે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી વિધિવત્ ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
આ પ્રસંગે આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડયો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ફતેગઢના સરપંચે જણાણ્યું હતું કે ગામના સર્વીગી વિકાસ, પારદર્શક વહીવટ અને જનહિતના કાર્યોને વધુ ગતિ આપવા માટે શાસક પક્ષ સાથે જોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિકાસલક્ષી નીતિઓમાં વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે ભાજપ સાથે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ફતેગઢના સરપંચ પ્રદીપભાઈ દવે, અભિષેકભાઈ દવે, પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન ભરતભાઈ મકવાણા, પૂર્વ સરપંચ ભરતભાઈ દવે, મનહરભાઈ કોડીયા, સંદીપભાઈ દવે, જયદીપભાઈ દવે ખીચા, મહેશભાઈ બુહાં ખીચા સહિત અનેક આગેવાનોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ કેસરીયો ધારણ કર્યો હતો. આ જોડાણથી ફતેગઢ વિસ્તારમાં ભાજપનું સંગઠન વધુ મજબૂત બન્યું હોવાનું કાર્યકરો અને સ્થાનિક આગેવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.







