કેબિનેટ મિનિસ્ટ્રીના વિસ્તરણ ની કલાકો ની અંદર જ વડાપ્રધાન મોદી દ્વારા નવી ટીમ જાહેર કરવામાં આવી હતી. 2022 માં યોજાનાર ચૂંટણી ને કેન્દ્ર સ્થાન પર રાખી અને મિનિસ્ટ્રીમાં સ્થાન આપવામાં આવેલ છે તેમ ચોક્કસ કહી શકાઈ છે આગામી ચુંટણીને ધ્યાને લઈ ને ગુજરાત અને ઉત્તરપ્રદેશ આ બને રાજ્યો માથી સૌથી વધુ મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. ફક્ત 5 રાજ્યો માથી 50 % થી વધુ મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે.
કેબિનેટ મિનિસ્ટ્રી
- નરેન્દ્ર મોદી, વડાપ્રધાન : મિનિસ્ટ્રી ઓફ પર્સનલ, જાહેર ફરિયાદ અને પેન્શન, પરમાણૂ ઊર્જા, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, પોલિસી ઈસ્યુ,
- રાજનાથ સિંહ : સંરક્ષણ મંત્રાલય
- અમિત શાહ : ગૃહ મંત્રાલય, સહકારિતા મંત્રાલય
- નીતિન ગડકરી: માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય
- નિર્મલા સીતારમણ: નાણાં મંત્રાલય, કોર્પોરેટ બાબતો
- નરેન્દ્ર સિંહ તોમર: કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
- એસ જયશંકર: વિદેશ મંત્રાલય
- મનસુખ માંડવિયા: સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર
- અર્જુન મુંડા: આદિવાસી બાબતો
- સ્મૃતિ ઈરાની: મહિલા અને બાળ વિકાસ
- પીયૂષ ગોયલ: કોમર્સ અને ઉદ્યોગ, ગ્રાહક બાબત, ખાદ્ય અને જાહેર વિતરણ, કાપડ
- ધર્મેન્દ્ર પ્રધાન: શિક્ષણ, કૌશલ વિકાસ, ઉદ્યોગ સાહસિકતા
- પ્રહલાદ જોશી: સંસદીય બાબતો, કોલસા અને ખાણ
- નારાયણ રાણે: સુક્ષ્મ, લઘુ અને મધ્યમ સાહસો
- સર્બાનંદ સોનોવાલ: બંદરો, જહાજો અને જળમાર્ગ, આયુષ
- મુખ્તાર અબ્બાસ નકવી: લઘુમતિ બાબતો
- વિરેન્દ્ર કુમાર: સામાજીક ન્યાય અને સશક્તિકરણ
- ગિરિરાજ સિંહ: ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ
- જ્યોતિરાદિત્ય સિંધિયા: નાગરિક ઉડ્ડયન
- રામચંદ્ર પ્રસાદ સિંહ : સ્ટીમ મંત્રાલય
- અશ્વિની વૈષ્ણવ : રેલવે, કોમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી
- પશુપતિ કુમાર પારસ : ખાદ્ય પ્રક્રિયા બાબતો
- ગજેન્દ્ર સિંહ શેખાવત : જળશક્તિ
- કિરણ રિજિજુ: કાયદા અને ન્યાય
- રાજકુમાર સિંહ : વીજ, પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય
- હરદીપ સિંહ પુરી: પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, આવાસ અને શહેરી બાબતો
- ભુપેન્દ્ર યાદવ: પર્યાવરણ, જંગલ, આબોહવા, શ્રમ અને રોજગાર
- મહેન્દ્રનાથ પાંડે: ભારે ઉદ્યોગ
- પુરુષોત્તમ રૂપાલા: મત્સ્યપાલન, પશુપાલન, ડેરી
- જી કિશન રેડ્ડી: સાંસ્કૃતિક, પર્યટન, ઉત્તર પૂર્વ વિકાસ બાબતો
- અનુરાગ ઠાકુર: માહિતી અને પ્રસારણ, યુવા અને રમત-ગમત
રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો
- ડો. જિતેન્દ્ર સિંહ : વિજ્ઞાન અને ટેકનોલોજી,અર્થ સાયન્સ, PMO, પર્સનલ, જાહેર ફરિયાદ, પરમાણુ ઉર્જા, અવકાશ
- રાવ ઈન્દ્રજીત સિંહ: આંકડાકીય અને કાર્યક્રમો અમલીકરણ, આયોજન, કોર્પોરેટ
રાજ્યમંત્રી
- શ્રીપદ નાયક : બંદર, જહાજ અને જળમાર્ગ, પર્યટન
- ફગ્ગન સિંહ કુલસ્તે: સ્ટીલ, ગ્રામીણ વિકાસ
- પ્રહલાદ સિંહ પટેલ: જળ શક્તિ, ફૂ઼ડ પ્રોસેસિંગ
- અશ્વિની કુમાર: ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર, પર્યાવરણ, જંગલ અને આબોહવા પરિવર્તન બાબતો
- અર્જુન મેઘવાલ: સંસદીય બાબતો, સાંસ્કૃતિક બાબતો
- વીકે સિંહ: માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ, નાગરિક ઉડ્ડયન
- કૃષ્ણ પાલ: વીજ, ભારે ઉદ્યોગ
- દાનવે રાવસાહેબ દાદારાવ: રેલવે, કોલસા અને ખાણ
- રામદાસ અઠાવલે: સામાજીક ન્યાય, સશક્તિકરણ
- સાધ્વી નિરંજન જ્યોતિ: ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ, ગ્રામીણ વિકાસ
- સંજીવ બાલિયાન: મત્સ્યપાલન, પશુપાલન, ડેરી
- પંકજ ચૌધરી: નાણાં (ફાયનાન્સ)
- અનુપ્રિયા પટેલ: વાણિજ્ય અને ઉદ્યોગ
- એસપી સિંહ બઘેલ: કાયદા અને ન્યાય
- રાજીવ ચંદ્રશેખર: કૌશલ વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા, ઈલેક્ટ્રોનિક્સ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી
- શોભા કરંદલજે: કૃષિ અને ખેડૂત કલ્યાણ બાબતો
- ભાનુ પ્રતાપ વર્મા: સુક્ષ્મ, લઘુ અને મધ્યમ સાહસો
- દર્શના જરદોશ: કાપડ, રેલ્વે
- વી મુરલીધરણ: વિદેશ બાબતો, સંસદીય બાબતો
- મીનાક્ષી લેખી: વિદેશ બાબતો, સાંસ્કૃતિક બાબતો
- સોમ પ્રકાશ: વાણિજ્ય અને ઉદ્યોગ
- રેણુકા સિંહ: આદિવાસી બાબતો
- ભાગવત કરાડ: નાણાં (ફાયનાન્સ)
- રાજકુમાર રંજન સિંહ: વિદેશ બાબતો, શિક્ષણ
- ભારતી પ્રવીણ પવાર: સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ બાબતો
- વિશ્વેશ્વર ટુડૂ: આદિવાસી બાબતો, જળ શક્તિ
- રામેશ્વર તેલી: પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, શ્રમ અને રોજગાર
- કૈલાશ ચૌધરી: કૃષિ અને ખેડૂત કલ્યાણ બાબતો
- અન્નપૂર્ણા દેવી: શિક્ષણ
- એ નારાયણસ્વામી: સામાજીક ન્યાય અને સશક્તિકરણ
- કૌશલ કિશોર: આવાસ અને શહેરી બાબતો
- અજય ભટ્ટ: સંરક્ષણ, પર્યટન
- બીએલ વર્મા: ઉત્તર પૂર્વ વિકાસ, સહકારિતા મંત્રાલય
- અજય કુમાર: ગૃહ બાબતો
- દેવ્યુસિંહ ચૌહાણ: કોમ્યુનિકેશન
- ભગવંત ખુબા: નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા, રસાયણ અને ખાતર
- કપિલ પાટિલ: પંચાયતી રાજ
- પ્રતિભા ભૌમિક: સામાજીક ન્યાય અને સશક્તિકરણ
- સુભાષ સરકાર: શિક્ષણ
- શાંતનુ ઠાકુર: બંદર, જહાજ અને જળમાર્ગ
- મહેન્દ્રભાઈ મુજપરા: મહિલા અને બાળ વિકાસ, આયુષ
- જોન બારલા: લઘુમતિ બાબતો
- એલ મુરગન: મચ્છપાલન, પશુપાલન અને ડેરી, માહિતી અને પ્રસારણ
- નિશીથ પ્રમાણિક: ગૃહ બાબતો, યુવા બાબતો અને રમત-ગમત
- નિત્યાનંદ રાય: ગૃહ મંત્રાલય







