યુપી વિધાનસભાની ચૂંટણીની જોરશોરથી ચાલી રહી છે અને ચૂંટણી પહેલા એક મહત્વના સમાચાર આવ્યાં છે. આઝાદ સમાજ પાર્ટીના ચીફ અને યુપીમાં જાણીતો દલિત ચહેરો એવા ચંદ્રશેખર આઝાદ ગોરખપુર બેઠક પરથી CM યોગીઆદિત્યનાથની સામે ચૂંટણી લડશે.
આઝાદ સમાજ પાર્ટીએ ગોરખપુર બેઠકના ઉમેદવાર તરીકે ચંદ્રશેખર આઝાદનું નામ જાહેર કર્યું છે. હવે આ બેઠકનો મુકાબલો રસ્સાકસ્સી ભર્યો બન્યો છે. ભાજપના રાધા મોહન દાસ અગ્રવાલે 2017માં ગોરખપુર સદરમાંથી 60,000ના માર્જિનથી જીત મેળવી હતી. આ બેઠક ૧૯૮૯ થી ભાજપ પાસે છે. ચીફ ચંદ્રશેખર આઝાદની સાથે આ બેઠકનો મુકાબલો દિલચસ્પ બન્યો છે.
આઝાદ સમાજ પાર્ટીએ ગોરખપુર સદર બેઠક પરથી ચંદ્રશેખર આઝાદને ઉમેદવાર જાહેર કર્યાં છે. પાર્ટીના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા આઝાદે કરીને જણાવ્યું કે ઘણો ઘણો આભાર સાધુવાદ. છેલ્લા પાંચ વર્ષથી લડ્યો છું અને લડતો રહીશ. જય ભીમ-જય મંડલ, બહુજન હિતાય, બહુજન સુખાય.







