હાલ ઇલેક્ટ્રિક વિહીકલનું ચલણ ખૂબ વધી રહ્યું છે. પરંતુ અ સાથે ઇલેક્ટિક વિહીકલના ચાર્જિંગની સમસ્યા સતત સામે આવી રહી છે. આ દરમિયાન  અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા વિલાસભાઈ ઇલેક્ટ્રિક કાર બનાવી છે તે કારની ખાસિયત છે કે તેને ચાર્જિંગ કરવાની જરૂરિયાત રહેતી નથી તે ઓટોમેટીક ચાર્જ થઈ રહી છે તેમના 3 વર્ષની મહેનત અને અંદાજિત 9 લાખના ખર્ચે આ કાર તૈયાર કરવામાં આવે છે.

અમદાવાદમાં રહેતા વિલાસભાઈ પોતે ધોરણ 10 ફેલ છે અને વ્યવસાયિક મજૂરી કામ કરી રહ્યા છે.પરંતુ તેમને અવનવો શોખ હોવાને કારણે નવીન વસ્તુઓ બનાવતા જ રહે છે. આ દરમિયાન વિલાસભાઈએ  એક એવી ઈલેક્ટ્રિક કાર બનાવવાનો વિચાર કર્યો કે જેને ચાર્જિંગ કરવાની જરૂરિયાત ઊભી ન થાય. ત્રણ વર્ષની મહેનત બાદ તેમનું સપનું સાકર થયું.

કારમાં જ બનશે રસોઈ
વિલાસભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલી કારની અંદર અલગ અલગ પ્રકારના ફીચર આપવામાં આવ્યા છે.  જેમાં ઓટોમેટીક આકાર ને એક એલઇડી આપવામાં આવી છે.  કારની અંદર જ રસોઈ બનાવી શકાય તે માટે ઈલેક્ટ્રીક સગડીનો પ્લગ, મોબાઇલ ચાર્જિંગ પ્લગ, આપવામાં આવ્યું છે આ કાર્ડ ચાર વ્યક્તિ આસાનીથી બેસી શકે તેવી કેપેસિટી ધરાવતી આકાર છે. કારને સંપૂર્ણ રીતે મોડીફાઇ કરવામાં આવી છે. આકાર પ્રતિ કલાકે 50 થી 60 ની સ્પીડે ચલાવી શકાય છે.

જાણોશું છે વિલાસભાઈનું સપનું
વિલાસભાઈ પોતે ધોરણ 10 નપાસ હોવા છતાં તેમની આવડત અને કુશળતા થી આ ઇલેક્ટ્રિક કાર બનાવી છે તેમનું સપનું છે કે ફૂલ બુલેટ કાર પણ દેશના જવાનો માટે બનાવવું સાથે પોતે કાર બનાવીને બજારમાં વેચી શકવાની ક્ષમતા ન હોવાને કારણે તે આવી કાર પણ દેશની જ નામાંકિત કંપની ટાટા અને મહિન્દ્રા કંપનીને આપવામાં આવે અને આ પ્રકારની કાર બનાવી દેશના જ લોકો માટે ઉપયોગી થાય તેવું તેમનું સપનું છે.