લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ બોર્ડની પરાક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો આખરે અંત આવી ગયો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે 9 કલાકના ટકોરે ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન, સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે. 82.45 ટકા પરિણામ જાહેર કરાયું છે.
માર્ચ-2024 માં બોર્ડ દ્વારા ધો. 12 ની વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 1.30 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ગુજકેટમાં 1.36 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ધો. 12 સામાન્ય પ્રવાહમાં 4.80 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ગુજરાત બોર્ડના ઈતિહાસમાં પહેલાવીર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એક જ દિવસે જાહેર કરાયું છે. સાથે જ ગુજકેટ નું પરિણામ પણ આજે જ જાહેર કરાયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનિધિ પાનીએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 31 હજાર વિદ્યાર્થીઓ હતા. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ₹4,89,000 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાયું છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા, તો સામાન્ય પ્રવાહનું 91 ટકા પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં 91 હજાર વિદ્યાર્થીઓ પાસ થયા છે. વિજ્ઞાન પ્રવાહમાં મોરબીનું પરિણામ સૌથી વધુ રહ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં છોટા ઉદેપુરના બોડેલીનું પરિણામ સૌથી ઓછું આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કચ્છના ખાવડાનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે. જે ગત વર્ષની સરખામણીમાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ ઉંચું આવ્યું છે. ગત વર્ષની સરખામણીમાં સામાન્ય પ્રવાહનું પરિણામ ૧૮ ટકા ઊંચું આવ્યું છે. તો ગત વર્ષની સરખામણીમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૧૭ ટકા ઊંચું આવ્યું છે.
- સૌથી વધુ પરિણામ ધરાવતુ કેન્દ્ર કુંભારીયા
- કુંભારીયા કેન્દ્રનું પરિણામ 97.97 ટકા નોંધાયું
- બોડેલી સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર
- બોડેલીમાં 47.98 ટકા પરિણામ નોંધાયું
- સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો મોરબી
- મોરબી જિલ્લામાં સૌથી વધુ પરિણામ 92.80 ટકા નોંધાયું
- ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો છોટાઉદેપુર
- છોટાઉદેપુર જિલ્લામાં 51.36 ટકા પરિણામ નોંધાયું
- 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 127
- 10 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી શાળાઓનીં સંખ્યા 27
- A1 ગ્રેડ મેળવાનાર કુલ વિદ્યાર્થીઓ 1034 નોંધાયા
- A2 ગ્રેડ ધરાવાતા વિદ્યાર્થીઓ 8983 નોંધાયા
- અંગ્રેજી માધ્યમાનું પરિણામ 81.92 ટકા નોંધાયું
- ગુજરાતીમાં માધ્યમનું પરિણામ 82.94
- A ગ્રુપનું 90.11 ટકા પરિણામ નોધાયું
- B ગ્રુપનું 78.34 ટકા પરિણામ નોંધાયું
- AB ગ્રુપનું 68.42 ટકા પરિણામ નોંધાયું
- ગ્રેસ માર્કસથી પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 30
- પરિક્ષામાં કુલ 18 વિદ્યાર્થીઓ પર કોપી કેસ થયો
- માર્ચ 2024 માં પરીક્ષા લેવામાં આવી હતી

આ રીતે ચેક કરો રિઝલ્ટ
સ્ટેપ 1- પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ https://www.gseb.org/ પર જાઓ.
સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB HSC Result 2024 લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.
સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
સ્ટેપ 4- GSEB Result 2024 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.







