રાજ્યમાં તહેવાર પર પણ સતત વરસાદી માહોલ જામ્યો છે. સવારે રાજ્યના 144 તાલુકામાં વરસાદી માહોલ નોઁધાયો. ત્યારે હાલ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ છે. તેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનીક ચર્ચા કરી વિગતો મેળવી હતી. વરસાદ પ્રભાવિત વિસ્તારો ની સ્થિતિ રાહત બચાવ કામગીરી સહીતના મુદ્દાઓ પર ચર્ચા કરી.

ગાંધીનગર સ્ટેટ કંટ્રોલરૂમ સમગ્ર રાત દરમિયાન મોનિટરિંગ કરતો રહ્યો. સમગ્ર રાજ્યમાં પડેલા ભારે વરસાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના પગલે રાજ્યને 13 એનડીઆરએફની ટીમ ફાળવવામા આવી છે. નર્મદા, કચ્છ, વલસાડ, દ્વારકા, જુનાગઢ, સુરત, નવસારી, મોરબી, બનાસકાંઠા, ગીર સોમનાથ અને ભાવનગરમાં એક ટીમ ફાળવવામા આવી છે. આ તરફ ગુજરાતના અનેક ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કાયા છે. તાપીને ઉકાઈ એલર્ટ, આજી-4 ડેમ 90% ભરાયો છે. પાનમ 70% ભરાયો, ઉડ જામનગર હાઈ એલેટ પર મુકાયો છે. તો નર્મદા ડેમ 135.26 સપાટી વટાવી ગયો છે. હવામાન વિભાગે આ સિઝનનું સૌથી ભયંકર વરસાદી એલર્ટ જાહેર કર્યું છે. આગામી 72 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે હશે.

ગુજરાત પર વરસાદની ભયાનક આફતનો ખતરો તોળાઇ રહ્યો છે. ગુજરાતમાં વરસાદના મહાઆક્રમણનું એલર્ટ છે. હવામાન વિભાગે આ સિઝનનું સૌથી ભયંકર વરસાદી એલર્ટ જાહેર કર્યું છે. આગામી 72 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે હશે. રાજ્યના અનેક જિલ્લામાં અતિભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી છે. ડિપ ડિપ્રેશનનો ભયંકર ખતરો ગુજરાત તરફ આવ્યો છે. ડિપ ડિપ્રેશનની અસરના કારણે અનેક જિલ્લામાં વરસાદી તાંડવનું રેડ એલર્ટ છે. બનાસકાંઠાના ડિસાથી માત્ર 250 કિમી દૂર ડિપડિપ્રેશન છે. 29 તારીખ સુધી ગુજરાત પર વરસાદનું ભયાનક આક્રમણ થઈ શકે છે.

રાજયમાં વરસાદની સ્થિતિ
રાજ્યમાં સાર્વત્રિક 192 તાલુકામાં વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં અનેક તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. સૌથી વધુ પંચમહાલના મોરવા હડફમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. આણંદમાં સાડા 4 ઈંચ તો ગોધરામાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. 24 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. 63 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

મોરબીમાં ટ્રેક્ટર તણાયું
હળવદનાં ઢવાણા ગામે ટ્રેકટર પાણીમાં તણાયું છે. ટ્રેક્ટર પાણીમાં તણાતા 6 લોકોની શોધખોળ યથાવત છે. ટ્રેકટરમાં 10 લોકો સવાર હતા. 4 લોકોને બચાવાયા છે, 6ની શોધખોળ ચાલુ છે. SDRF અને NDRFની પણ મદદ લેવામાં આવશે. SDRFની એક ટીમ મોરબીથી બચાવ કામગીરી માટે રવાના થઇ છે. NDRFની એક ટીમ રાજકોટથી રવાના થઈ છે. મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. ફાયર બ્રિગેડની ટીમે બચાવ કામગીરીમાં જોડાઇ છે.