રાજ્યમાં હાલ વરસાદનું જોર ઘટતું જણાય રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 66 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન વરસાદને લઈ હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. આજે મધ્ય ગુજરાતમાં વડોદરા અને છોટા ઉદેપુરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.આ સાથે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે.

રાજ્યમાં આજે કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં વડોદરા અને છોટા ઉદેપુરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. તો છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ, ભરૂચ, નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. અમદાવાદ, બોટાદ, ભાવનગર અને અમરેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 66 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 66 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ સંતરામપુરમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યનો સિઝનનો એવરેજ વરસાદ 55.04 ટકા વરસ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો 73.68 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ 75.69 ટકા, દક્ષિણ ગુજરાતમાં 66.71 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 29.69 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 34.68 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો 

Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
 Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો