રાજ્યભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન ભારે વરસાદને પગલે રેલવે અને રસ્તા પર ભારે અસર પડી છે. પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 18 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર શહેર જળમગ્ન થઇ ગયું છે. ચારેતરફ બસ પાણી જ જોવા મળી રહ્યું છે ત્યારે ભારે વરસાદની અસર રેલ્વે વ્યવહાર પર પણ જોવા મળી રહી છે. પોરબંદર-કાનાલુસ સેક્શનમાં પાણી ભરાયા છે. જેના કારણે 3 ટ્રેન સંપૂર્ણ રદ્દ કરવામાં આવી છે જ્યારે 4 ટ્રેન આંશિક રદ કરવામાં આવી છે. જ્યારે 2 ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. રાજકોટ – પોરબંદર એકસપ્રેસ જેતલસર સુધી જ પહોંચી શકી છે. જેથી રેલ વ્યવહારને અસર થતાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
રાજ્યમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર ખોરવાયો છે. પોરબંદર – કાનાલુસ સેકશનમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહારને અસર થઇ છે. 3 ટ્રેનો સંપૂર્ણપણે રદ થઇ છે. જ્યારે 3 ટ્રેન આંશિક રીતે રદ જ્યારે 2 ટ્રેન ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પોરબંદર ભાણવડ પોરબંદર, પોરબંદર ભાવનગર પોરબંદર, પોરબંદર કાનાલુસ પોરબંદર આજના દિવસે સંપૂર્ણપણે રદ છે. રાજકોટ પોરબંદર એક્સપ્રેસ જેતલસર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. દિલ્હી સરાઇ રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેન ભાણવડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.

NDRF ની ટીમ સ્ટેન્ડબાય
નર્મદા, કચ્છમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરાઈ છે. રાજકોટ, વલસાડમાં NDRFની 1-1 ટીમ તૈનાત છે તો દ્વારકા, જૂનાગઢમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. ભાવનગર, અમરેલીમાં NDRFની 1-1 ટીમ તૈનાત છે. સુરત, ગીર સોમનાથમાં NDRFની 1-1 ટીમ તૈનાત છે.
અહી રસ્તા થયા બંધ
ગુજરાત રાજ્યમાં વરસાદથી જનજીવન ખોરવાયુ છે. જેમાં રાજ્યમાં વરસાદને લઈ રોડ રસ્તા પર અસર જોવા મળી છે. ત્યારે રાજ્યના કુલ 41 રોડ રસ્તાઓ બંધ થયા છે. તેમાં ભારે વરસાદથી રાજ્યના કુલ 41 રોડ રસ્તાઓ બંધ થયા છે. સૌથી વધુ પોરબંદરના 17 રસ્તાઓ બંધ થયા છે. જૂનાગઢના 12 રસ્તાઓ બંધ કરાયા છે.







