યોગેશ ઉનડકટ, બ્યૂરોચીફ અમરેલી
હવામાન વિભાગની આગાહીના પગલે ખાંભા વિસ્તારમાં તેમજ ધાતરવડી નદી ઉપર આવેલ પીપળવા ડેમના આજુબાજુના ગામડાઓ જેવા કે પીપળવા, તાતણીયા, ધાવડીયા, પાતળા, નાનુડી , બગોયા ,ગીનીયા, દાઢીયાળી વગેરે ગામોમાંસાંબેલા ધાર વરસાદ થતાં આંબડી ગામના સીમ વિસ્તાર બીડ વિસ્તારમાં નીકળતી ધાતરવડી નદીમાં ઘોડાપૂર આવ્યું.
નદીના પટમાં આવેલ તમામ ચેકડેમ ઓવરફ્લો થયા ધરતીપુત્ર નદીમાં પૂર આવતા ખુશ ખુશાલ થયો છે તેમ મહેશભાઈ ચોડવડીયા(ખેડૂત આગેવાન)આંબરડી દ્વારા જણાવ્યું હતું







