શ્રીનાથગઢ–મોવિયા રોડ પર વધુ એક ગમખ્વાર અકસ્માતે ચકચાર મચાવી છે. સાસણથી ફરીને પરત ફરી રહેલા મિત્રોની કાળા રંગની સ્કોડા કાર શ્રીનાથગઢ અને મોવિયા ગામ વચ્ચે ‘દાવત બેવરેજીસ’ પાસે વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત સમયે કાર પુરપાટ ઝડપે હોવાની માહિતી સામે આવી છે. કાર વૃક્ષ સાથે અથડાતા જ કુરચો બોલી ગયો હતો.

ઘટનાસ્થળે જ યુવતીનું કરુણ મોત
આ અકસ્માતમાં 25 વર્ષીય પૂજા રાજગોરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે. જ્યારે કારમાં સવાર 5 વર્ષની બાળકી સહિત અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા છે.

રીબડા આપઘાત કેસ સાથે જોડાણ આવતા ચકચાર
અકસ્માતમાં જીવ ગુમાવનાર પૂજા રાજગોર રીબડાના બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસની સહ આરોપી હોવાનું બહાર આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. અગાઉથી ચર્ચાસ્પદ કેસ સાથે જોડાયેલું નામ હોવાના કારણે આ અકસ્માત વધુ ચર્ચામાં આવ્યો છે.

અકસ્માતથી કલાકો પહેલાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ચર્ચામાં
ચોંકાવનારી બાબત એ છે કે અકસ્માતના માત્ર 21 કલાક પહેલા જ પૂજા રાજગોરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક અજાણ્યા પુરુષ સાથે ‘કપલ ફોટો’ સ્ટોરીમાં શેર કર્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

પોલીસ તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં જ ગોંડલ તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે અકસ્માત સ્થળનો કબ્જો લઈ તપાસ શરૂ કરી છે. મૃતદેહને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

વધુ તપાસ ચાલુ
અકસ્માત કેવી રીતે થયો, કારની ઝડપ, ડ્રાઇવર કોણ હતો તેમજ અન્ય કાયદાકીય પાસાઓ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો