આપણો ભારત દેશ સંસ્કૃતિ અને વિવિધતાઓનો દેશ છે .જેટલી વિવિધતા એટલી વિશેષતાઓ પણ છે .
ગોકુળિયા ગામમાં શ્રી કૃષ્ણ માટી ખાઈને લીલા કરી એવા આપણા ભારતદેશના સુંદર ગામડાઓ.

ભારતની સમૃદ્ધિ એટલે સુંદર અને સમૃદ્ધ ગામડાંઓ. ગામ સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ. ગામડું શબ્દમાં અનેરી મીઠાશ છે . હરિયાળી ચારો ઓર , ખેતરો, નદીઓ, ખેતરમાંથી દેખાતો સાંજનો સૂર્યાસ્ત થાય જાણે
ધરતીને મળવા આવ્યો હોય એવો ભાસ થાય.
ગામડાંની સમૃદ્ધિની તો વાત જ શું કરવી ! ખેત પેદાશો સાથે શુદ્ધ હવા ,પાણી ,વિશાળ જગ્યાઓ ,એટલા મોટા મકાનો એનાથી પણ મોટા માણસના હદય પણ ..””નેવા મોટા જોયા એનાથી મોટા આવકારા અમારા “”.
“”પ્રેમાંળ વ્યક્તિત્વ મોટા આવકાર મન મોટા મીઠા મધુર બોલ “”.

થોડું વર્તમાનમાં જોઇએ તો સુંદર સધ્ધર ગામડાંઓ મૂકી શહેરી જીવન માટે માણસો શહેર તરફ વળ્યા છે .
એક દિવસ હરિયા ભરીયા ગામડાઓ આજ ખાલી થવા લાગ્યા છે .ખેતી વાડી આજ કોઈ ને સાંભળવી નથી .
શહેરની નોકરી પર નિર્ભર માણસ . ગામડાંઓનો આનંદ ભૂલી ગયાં. શહેરી જીવનમાં ગુચવાઇ ગયા .
ગોકુળિયું ગામડું
કેવી એ ગામડાંની મોજ હતી,
એક ઓશરીને મન એક હતા ,
પ્રેમભાવની ક્યાં ખોજ હતી ,
માયાળું હદયથી કરવા સત્કાર ,
હળીમળી રહેવાની બધાને ટેવ હતી ,
એક રોટલો એક ઓટલાની મોજ હતી,
ઘર મોટા મન મોટા આવકારની ક્યાં તાણ હતી ,
હદયના ભાવ આંખ સુધી પહોંચતાં,
પ્રેમભાવના ક્યાં ખામી હતી ,
હવે ! ઘર રહી ગયા એકલા !
સૂના રહી ગયા ઘર ,
વળ્યા શહેર તરફ જીવન બધા ,
ગામડાં રહ્યા ઘર એકલા .

રૂપલ ગંગાજળિયા ધર્મેશભાઈ
નીકાવા