ચાલાલા શહેરના સર્વાગી વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે ધારાસભ્ય  જે.વી. કાકડીયાના સતત પ્રયાસોથી અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીર બાપુના પ્રયાસો થી અંદાજે 64 કરોડ રૂપિ-ચાથી વધુના વિવિધ વિકાસકાર્યોને મંજૂરી મળી હોવાનું ચાલાલા નગરપાલિકા ટીમે જણાવ્યું છે.

મંજૂર થયેલા વિકાસકાર્યોમાં અમેરેલી રોડ તથા રિવાયન્સ પેટ્રોલ પંપથી ખાંબા રોડ ગેટ સુધીના માર્ગોના વિકાસનો સમાવેશ થાય છે, જે માટે સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આ ઉપરાંત ચાલાલા સામુહીક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડગ માટે રૂ. 7 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. ચલાલા તાલુકા મધ્ય હોવાથી વધુ સુવિધાસભર અને 70 બેકની હોસ્પિટલ નિર્માણ થાય તે માટે ચોજનનાની રિવાઈઝ પ્રક્રિયા હાથ ધરાતા કામગીરીમાં થોડો વિલંબ થયો હોવાનું જણાવાયું છે.

શહેરની તમામ પ્રાથમિક શાળાઓના નવીનીકરણ માટે પણ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેના પરિણામે શાળાયે આધુનિક અને આકર્ષક સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. તાજેકારમાં ચલાલા શહેરને ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક શાળાની મં-જૂરી મળતા શહેર તેમજ આસપાસના ગ્રામ વિસ્તારના હજારો વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે નવી તક ઉપલાંબ્ધ બનશે. લાંબી વહીવટી પ્રક્રિયા, વિવિધ વિભાગોના સર્વે, દસ્તાવેજી પુરાવા અને રાજ.આની બાદ આ મંજૂરી પ્રાપ્ત થઈ હોવાનું જણાવાયું છે.ચાલાલા શહેરના વિકાસ માટે સતત પ્રયત્નો કરી કરોડો રૂપિયાના વિકાસકાર્યો મંજૂર કરાવવા બદલ શહેરના અગ્રણી નાગરિકો, વિવિધ સમાજો, સંસ્થાઓ તથા પ્રબુદ્ધજનો દ્વારા ધારાસભ્ય   જે.વી. કાકડીયાનો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો હોવાનું ચાલાલા નગરપાલિકા ટીમે જણાળ્યું છે.