ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના નવમા સત્રને લઈને મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ રાજ્યપાલ દ્વારા 8 સપ્ટેમ્બર, 2026ના રોજ વિધાનસભાનું સત્ર બોલાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું. હવે આ આહવાન રદ કરીને નવી તારીખ જાહેર કરવામાં આવી છે. નવા આહવાન મુજબ ગુજરાત વિધાનસભાનું નવમું સત્ર હવે 9 સપ્ટેમ્બર, 2026થી શરૂ થશે.

ત્રણ દિવસ મળશે વિધાનસભાનું સત્ર

ગુજરાત વિધાનસભાનું નવમું સત્ર હવે 9, 10 અને 11 સપ્ટેમ્બર એમ કુલ ત્રણ દિવસ માટે મળશે. આ ત્રણ દિવસ દરમિયાન વિધાનસભામાં સરકારી કામકાજ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ સહિતની કામગીરી કરવામાં આવશે. કામકાજ સલાહકાર સમિતિની ભલામણ મુજબ અન્ય કાર્યવાહી પણ હાથ ધરાશે.

તારાંકિત પ્રશ્નોત્તરીની તારીખ પણ બદલાઈ

સત્રની તારીખમાં ફેરફાર થતાં તારાંકિત પ્રશ્નોત્તરીના કાર્યક્રમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના નિર્ણય મુજબ હવે 9, 10 અને 11 સપ્ટેમ્બરના રોજ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન તારાંકિત પ્રશ્નોત્તરી હાથ ધરવામાં આવશે.

રાજ્યપાલના નવા આહવાન બાદ ફેરફાર

3 ઓગસ્ટ, 2026ના રોજ રાજ્યપાલ દ્વારા કરવામાં આવેલા અગાઉના આહવાનને રદ કરવામાં આવ્યું છે. ત્યારબાદ 31 ઓગસ્ટ, 2026ના રોજ નવા આહવાન હેઠળ સત્રની શરૂઆતની તારીખ 9 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. આ ફેરફાર સાથે હવે ગુજરાત વિધાનસભાનું નવમું સત્ર 9 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ સુધી ચાલશે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો