ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં વિજય રૂપાણીએ શાસન કયું જેની એક સપ્તાહની ઉજવણી ગત માસમાં કવામાં આવી હતી અને  આજે સરદારધામ ભવનનું લોકાર્પણ બાદ એકાએક રાજ્યપાલ આચરી દેવવ્રતને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું ધરી દીધું છે અત્રે ઉલ્લેખનીય છે કે હજુ ગઈકાલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અચાનક ગુજરાતનાં પ્રવાસ એ પહોચ્યા હતા અને સાથે-સાથે ગુજરાતમાં આવતા વર્ષએ વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે એકાએક રાજીનામાંથી રાજકીય ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં આવનાર વિધાનસભાની ચૂંટણીને કેન્દ્રમાં રાખી નવા મુખ્યમંત્રીની પસંદગી થઈ શકે છે. જ્યાં સુધી ગુજરાતને નવા મુખ્યમંત્રી નહીં મળે ત્યાં સુધી મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી જ રહેશે. મુખ્યમંત્રીપદેથી રાજીનામુ આપ્યા બાદ ભાજપ હાઈકમાન્ડ, PM મોદી, અમિત શાહ તથા ગુજરાતની જનતાનો આભાર આભાર માન્યો હતો તથા રૂપાણીએ જણાવ્યુ હતું કે તેમણે રાજીખુશીથી રાજીનામું આપ્યું છે

આજે સરદારધામ ભવનનું લોકાર્પણ કર્યા બાદ અચાનક મુખ્યમંત્રીના રાજીનામાંથી ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે જ્યારે વિધાનસભાની વહેલી ચૂંટણી યોજાઇ તેવી શક્યતાઓ વધી છે. ગુજરાતનાં આગામી મુખ્યમંત્રી તરીકે પાટીદાર ચહેરો આવી શકે છે જેમાં નિતિન પટેલ, મનસુખ માંડવિયા, પરસોતમ રૂપાલા, ગોરધન ઝડફિયા તથા દિલિપ સંઘાણીનું નામ ચર્ચામાં છે.

આજે રાત્રે અમિત શાહ ફરી ગુજરાત આવી શકે તેમ છે અને આવતી કાલે ધારાસભ્યોની બેઠક મલયાબાદ ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે જેમાં એક કરતાં વધુ નાયબ મુખ્યમંત્રી હોઇ શકે છે જેમાં એક ઓબીસી ચહેરાને સ્થાન આપી શકે તેવી શક્યતાઓ છે.