રાજુલા શહેર મધ્યમાં રેલ્વેની પડતર જમીનમાં બગીચો અને વોક વે બનાવવા રાજુલા નગરપાલિકાએ રેલ્વે સાથે કરાર કરેલ છે, તેમ છતાં જમીનનો કબ્જો ન મળતાં રાજુલાના ધારાસભ્ય અંબરીષભાઈ ડેર છેલ્લા ઘણા દિવસથી ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે, આવતીકાલ તા.૨૩-૬-૨૦૨૧ના રોજ રાજુલાના પ્રશ્નો માટે માનનીયશ્રી અંબરીષભાઈ ડેરને સમર્થન આપવા અને આપના વિસ્તારના રેલ્વેને લગતાં સ્થાનિક પ્રશ્નોને આવેદનમાં જોડીને સ્થાનિક કક્ષાએ આવેદનપત્ર આપવા તેમજ ધારાસભ્યને પોતાના વિસ્તારમાં સ્થાનિક કક્ષાએ રેલ રોકોના આંદોલનાત્મક કાર્યક્રમ આપવા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સૌરાષ્ટ્રના માનનીય ધારાસભ્યશ્રીઓ અને શહેર/જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોને વિનંતી કરી છે.







