અમદાવાદઃ આ વર્ષે ચોમાસામાં મેઘરાજા મનમૂકીને તાંડવ કરી રહ્યાં છે. એવામાં વરસાદના ચોથા રાઉન્ડમાં પણ આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 24 કલાકમાં જ અમદાવાદ, સુરત સહિત તમામ જિલ્લાઓમાં 5 દિવસ મેઘરાજા તાંડવ કરશે તેવી આગાહી કરવામાં આવી છે.

5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુરુવારે 100 તાલુકામાં વરસ્યો વરસાદ. નવસારી, વલસાડ, ડાંગ, સુરત અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠા વિસ્તારોમાં 45થી 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાંઈ તેવા અણસાર પણ વ્યક્ત કરાયા છે. બીજી બાજુ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે.

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ રહેશે
ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. વિગતો મુજબ હવામાન વિભાગે આગાહી કરી છે કે, 5 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ રહેશે. આ સાથે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારમાં વરસાદ થશે. આ તરફ હવામાન વિભાગે આજે છોટાઉદેપુરમાં સૌથી વધુ ભારે વરસાદની આગાહી કરી છે. મહત્વનું છે કે, મેઘરાજાએ હાલ તો દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું છે. અહીં અનેક વિસ્તારોમાં નદી-નાળા છલકાયાં તો અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે.

અમદાવાદમાં પણ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં પણ 24 કલાકમાં વરસાદ પડી શકે છે. આ સાથે હવામાન વિભાગે આજે છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે પંચમહાલ, સુરત, તાપી, નવસારી, ડાંગ, ભરૂચ, વડોદરા, ભાવનગર અને સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. આ તરફ દક્ષિણ ગુજરાત તરફ શિયર ઝોન હોવાથી વરસાદી માહોલ છવાયો છે. નોંધનીય છે કે, ગુજરાતમાં હાલ સિઝનનો 85 ટકા વરસાદ પડ્યો છે.