અમદાવાદઃ રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા વધુ એક ચોંકવનારી આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક ગુજરાત માટે અતિભારે ગણાવવામાં આવ્યા છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતાઓ રહેલી છે. ચોથા રાઉન્ડમાં પણ મેધરાજા બધડાસટી બોલાવશે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ,ભાવનગર અને અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવાયા અનુસાર આવતીકાલે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ ત્રાટકી શકે છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ રહેશે. આવતીકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ પડશે. ગાજવીજ અને તોફાની પવન સાથે 28 જુલાઈએ નવસારી, વલસાડ, દમણમાં અતિભારે વરસાદ પડશે.

45થી 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફુંકાશે પવન
સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદની શક્યતાને લઈને આગામી 5 દિવસ માછીમારોને પણ સલામતીના ભાગરૂપે દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે..બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠા વિસ્તારોમાં 45થી 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાંઈ તેવા અણસાર પણ વ્યક્ત કરાયા છે. તો.અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે. નોંધનીય છે કે બે દિવસ અગાઉ જ હવામાન વિભાગ દ્વારા ગુજરાતભરમાં વરાપ નીકળે તેઓ અણસાર વ્યક્ત કરાઈ હતી. અને માત્ર છુટ્ટા છવાયા વરસાદ અંગે જ જણાવાયુ હતું. જોકે ત્યારબાદ વાતાવરણમાં એકાએક પલટો આવતા હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની ભયાનક આગાહી
આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને ભયંકર આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એકવાર ચોમાસાની આગાહી કરી છે. તેઓએ હવે ચોમાસાનો ચોથો રાઉન્ડ ક્યારે આવશે તેની તારીખ આપી દીધી છે. ગુજરાતમાં ચોમાસાના ત્રણ રાઉન્ડ ભારે રહ્યા છે. ત્યારે હવે ચોથો રાઉન્ડ પણ ધડબડાટી બોલાવશે. આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું કે, ફરીથી રાજ્યમાં 27 જુલાઈથી વરસાદનું જોર પકડાશે. આગામી તા. 27 અને 28 નાં રોજ રાજ્યનાં પશ્ચિમ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આવનારા ઓગસ્ટ મહિનાનાં પ્રથમ સપ્તાહમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

સ્વાતિ નક્ષત્રમાં મેઘો બોલાવશે ધબધબાટી
આ ઉપરાંત અંબાલાલ પટેલે સ્વાતિ નક્ષત્રમાં વરસાદ થવાની આગાહી કરીને જણાવ્યું હતું કે, હજુ ગુજરાતમાં સારા વરસાદનાં સંજોગો બની રહ્યા છે. ત્યારે મુંબઈ મહારાષ્ટ્રમાં પણ 400 મીમી વરસાદ થશે. તેમજ આહવા ડાંગ, વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 26 જુલાઈ એ ઓરિસ્સાનાં દરિયામાં ડીપ ડિપ્રેશન મજબૂત બન્યું છે. જેનાથી ઉત્તર ભારતમાં ભારે વરસાદ થશે.