દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના મહેમાન બની સૌરાષ્ટ્રવાસીઓને રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને વધાવવા રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓમાં અનેરો જ થનગનાટ જોવા મળ્યો હતો. PM રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આપને જણાવીએ કે, પ્રધનામંત્રીએ એરપોર્ટનાં ટર્મીનલ બિલ્ડીંગનું નિરિક્ષણ કરી લોકાર્પણ કર્યું છે તેમજ તેઓ બાયરોડ રેસકોર્ષ સભાને પણ સંબોધન કર્યું છે.
આ કાર્યક્રમ પ્રધાનમંત્રી મોદી સાથે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાલણી, કેન્દ્રીય નાગરિક ઉડ્યનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ મંચ પર જોડાયા હરતા.
પીએમ મોદીએ વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું
રાજકોટમાં રૂપિયા 2033 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરીને રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓને વિકાસકાર્યોની ભેટ આપી છે. જેમાં હિરાસર પાસે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજનાની લિન્ક-3ના પેકેજ 8 તથા 9, રાજકોટમાં સૌરાષ્ટ્રના પ્રથમ મલ્ટિલેવલ ઓવરબ્રિજ સહિતના વિવિધ વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. બાદમાં તેમણે કેકેવી ચોક પર ફ્લાયઓવર બ્રિજ સહિત સૌરાષ્ટ્રના 2033 કરોડનાં કામોનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ તેઓએ સભા સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, કેમ છો બધા, સુખમાં ને. અમારી સરકારે મોંઘવારી ઘટાડી ન હોત તો દૂધ આજે 300 રૂપિયે લિટર અને દાળ 500 રૂપિયે કિલો હોત, આ જ સુશાસનનું મોડલ છે.
મોદી વિપક્ષી એક્તા પર પણ કર્યા પ્રહાર
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર અને પરિવારવાદવાળાઓએ પોતાની જમાતનું નામ બદલી નાખ્યું છે. પરંતુ તેનો ઇરાદો આજે એ જ છે. ખેડૂતોને વધુ ભાવ મળે તો કહે છે મોંઘવારી છે. મોંઘવારીનો દર તેઓએ 10 ટકા પહોંચાડી દીધો હતો. પરંતુ અમારી સરકારે મોંઘવારી ઘટાડી ન હોત તો દૂધ 300 રૂપિયા અને દાળ 500 રૂપિયે કિલો મળી રહી હોત. પરંતુ મિત્રો આ આમારી સરકાર છે જેણે મોંઘવારી કંટ્રોલમાં રાખી છે. આજે દરેક ભારતીય દર મહિને 20 જીબી ડેટા ઉપયોગ કરે છે. 2014માં એક જીબી ડેટાની કિંમત 300 રૂપિયા હતી. આજે એ જૂની સરકાર હોત તો આજે તમારે 6 હજાર રૂપિયા મહિના માટે દેવા પડત. આજે દરેકના મોબાઈલમાં 5 હજાર રૂપિયા બચી રહ્યા છે.
રાજકોટે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા
વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં આ સમયે કોઈ સભા કરવાનું ન વિચારે, આજે રાજકોટે બધા વિક્રમ તોડી નાખ્યા છે. રાજકોટને બપોરે સૂવાનો સમય જોઈએ પાછો. આજે રાજકોટની સાથે સાથે સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે મોટા દિવસ છે. રાજકોટનો વિકાસ સૌરાષ્ટ્રના ગ્રોથ એન્જિન તરીકે થઈ રહ્યો છે.
રાજકોટે જ મને લીલીઝંડી આપી હતી
વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટે મને બહુ બધુ શીખવ્યું છે, પહેલીવાર મને ધારાસભ્ય બનાવ્યો હતો. લીલી ઝંડી દેખાડવાનો મોકો મને રાજકોટે આપ્યો. આજે રાજકોટમાં નવું એરપોર્ટ બનતા દુનિયાના શહેરોની સીધી ફ્લાઈટ સંભવ થશે. આથી પૂરા ક્ષેત્રને લાભ થશે. એકવાર મેં કહ્યું હતું કે, મારું રાજકોટ તો મિનિ જાપાન બની રહ્યું છે. પણ આજે એ શબ્દો તમે સાચા કરી બતાવ્યા છે. અમારી સરકારમાં મિડલ ક્લાસ અને નિયો મિડલ ક્લાસ પર ધ્યાન કેન્દ્રીત છે. વિદેશથી લોકો આવતા હતા ત્યારે તેના મનમાં સવાલ ઉઠતા કે આપણા દેશમાં ક્યારે વિદેશ જેવી સુવિધા મળશે. પરંતુ 9 વર્ષમાં અમે તમામ સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. 2014માં 4 શહેરમાં મેટ્રો સ્ટેશન નેટવર્ક હતા. આજે 20 શહેરમાં મેટ્રો સ્ટેશન નેટવર્ક છે. હવાઈ સેવામાં ભારતે નવા વિકાસને ઉંચાઈ આપી છે. આજે 1 હજાર વિમાન ઓર્ડર બુક છે. ગુજરાતની ચૂંટણી સમયે મેં કહ્યું હતું કે, ગુજરાત પ્લેન પણ બનાવશે, આજે ગુજરાત એ દિશામાં આગળ વધી રહ્યું છે.







