આજે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો જન્મ દિવસ છે ત્યારે તેમની રાજકીય સફર વિષે જાણીએ.ગુજરાત ના રાજકારણમાં હરહમેશ ચર્ચાતું રહેલું નામ એટલે શંકરસિંહ વાઘેલા, શંકરસિંહ વાઘેલાનો જન્મ 21 જુલાઇ 1940 ના રોજ થયો હતો શંકરસિંહ વાઘેલા ગાંધીનગર જીલ્લામાં વાસણ ગામના વાતની છે તેમણે પોતાનો M.A. નો અભ્યાસ ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્ણ કર્યો અને રાજકીય સફર પણ ત્યાં થી જ શરૂ કરી. 1960ના દાયકામાં શંકરસિંહ વાઘેલાએ તેમની રાજકીય સફરની શરૂઆત રાષ્ટ્રીય સ્વયં સેવક દળની રાજકીય પાંખ ‘જનસંઘ’માં જોડાઈને કરી હતી. આ એ સમય હતો જ્યારે દેશના હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનસંઘના એક સામાન્ય કાર્યકર હતા.

આ જ સમયગાળામાં નરેન્દ્ર મોદી પણ તેમની સાથે કામ કરતા હતા. એવી પણ વાત છે કે વાઘેલા તેમના સ્કૂટર પર નરેન્દ્ર મોદીને ઠેરઠેર લઈ જતા હતા. ત્યારબાદ સમય રહેતા વર્ષ 1977માં જનસંઘનું જનતા પાર્ટીમાં વિલિનીકરણ થયું હતું.પરંતુ 1980ની સાલ આવતા તો અમુક કારણોસર જનતા પાર્ટી વિખેરાઈ ગઈ અને જૂનો જનસંઘ ‘ભારતીય જનતા પાર્ટી’ તરીકે ઊભરી આવ્યો.

1980માં જનસંઘ ‘ભાજપ’ બની ચૂક્યો હતો. ત્યારે 11 વર્ષ સુધી વાઘેલા ભાજપના જનરલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા રહ્યા. ત્યારબાદ 1984માં રાજ્યસભાના સભ્ય તરીકે પણ સેવા આપી તથા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી પણ તેમણે સ્વીકારી હતી.

1987માં સંઘના પ્રચારક તરીકે કામ કરી રહેલા નરેન્દ્ર મોદીને ભાજપનું સંગઠન મજબૂત કરવાની જવાબદારી સોંપવામાં આવી.મોદીની કામ કરવાની પદ્ધતિ અને ભાજપને ચલાવવાની નીતિના પગલે શંકરસિંહ વાઘેલા અને મોદી વચ્ચે ટકરાવ થવાનું શરૂ થયું 1995માં ભાજપ ગુજરાતમાં 121 સીટો પર જીતી ગયું અને નરેન્દ્ર મોદીએ શંકરસિંહ વાઘેલાને હઠાવીને મુખ્યમંત્રીનો તાજ કેશુભાઈ પટેલ ને પહેરાવ્યો અને બીજી તરફ નારાજ શંકરસિંહ વાઘેલા કેશુભાઈની સરકારના 47 ધારાસભ્યોને લઈને શંકરસિંહ વાઘેલા મધ્ય પ્રદેશના ખજૂરાહો જતા રહ્યા અને સરકાર સામે બળવો કર્યો અને આજે પણ આ બળવો યાદગાર ગણવામાં આવે છે જેને હજૂરિયા – ખજૂરીયા તરીકે ઓળખવામાં આવે છે.

ગુજરાતનાં રાજકારણમાં નરેન્દ્ર મોદી ને હટાવવાનો તખ્તો બાપુ તૈયાર કરી ચૂક્યા હતા. શંકરસિંહ વાઘેલાએ કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી પદેથી હઠાવવા અને તેમના સાથી ધારાસભ્યોમાંથી ઓછામાં ઓછા છ લોકોને મંત્રીપદ આપવા અને નરેન્દ્ર મોદીને ગુજરાતની બહાર કેન્દ્રમાં મોકલવાની માગ કરી અને ભાજપને આ માંગ સ્વીકારવા મજબૂર થવું પડ્યું અને ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે સુરેશ મહેતાને પદભાર સોંપવામાં આવ્યો પરંતુ વાઘેલા આ સરકાર થી પણ ના ખુશ હતા અને તેમણે 1995 માં સુરેશ મહેતાની સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો અને મહેતાની સરકારને વિધાનસભા બહારનો રસ્તો બાપુએ બતાવ્યો તથા 1996 માં ગોધરા સીટ પર થી બાપુ ભાજપ તરફ થી ચૂંટણી લડ્યા અને તેમને આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને આ વાત ને ધ્યાને રાખી 47 ધારાસભ્યોએ સાથે તેમણે 1996માં ‘રાષ્ટ્રીય જનતા પાર્ટી’ની સ્થાપના કરી

23 સેપ્ટેમ્બર 1996 ના રોજ કોંગ્રેસના ટેકાથી શંકરસીહ વાઘેલા એ ગુજરાતની કમાન સાંભળી અને એક વર્ષ ના કાર્યકાળ બાપુ એ ધડાધડ નિર્ણયો કર્યા અને આ નિર્ણયો થી  અમરસિંહ ચોધરી સહિતના કોંગ્રેસના નેતાઓ નારાજ થયા અને બાપુની ટનાટન સરકાર તૂટવાના એંધાણ વાઘેલાને દેખાવા લાગ્યા હતા અને બાપુની સરકાર પડી અને દિલીપ પરીખને મુખ્યમંત્રીનું પદ મળ્યું. તથા  ‘રાષ્ટ્રીય જનતા પાર્ટી’નું કોંગ્રેસમાં વિલીનીકરણ કર્યું અને નરેન્દ્ર મોદી

શંકરસિંહ વાઘેલા ની ટનાન સરકારના મુખ્ય કર્યો

– વાઘેલાના શાસનકાળ દરમ્યાન 2 OCT 1997 માં 5 નવા જિલ્લાઓને મંજૂરી મળી

(1)પોરબંદર (2) આણંદ (3) નવસારી (4) નર્મદા (5) દાહોદ

– કેબિનેટ ગાંધીનગર ના બદલે અન્ય જિલ્લાઓમાં લઈ જવાનું શરૂ કરવામાં આવ્યું

–  પંચાયતી રાજ અને સરકારી નોકરીમાં 33% મહિલા અનામત લાગુ કર્યું હતું

– રહેમરાહે નોકરી તથા ચાલુ નોકરીએ અવસાન પામનારના કુટુંબીજનોને નોકરી આપવાની શરૂઆત કરી

નરેન્દ્રમોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે શંકરસિંહ વાઘેલા સબળવિપક્ષીનેતા તરીકે ઊભરી આવ્યા હતા 2017માં રાજ્યસભા ની ચૂંટણી દરમ્યાન શંકરસિંહ વાઘેલાએ 20 વર્ષ નો કૉંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો અને તેમણે પોતાનો નવો પક્ષ રચ્યો જેનું નામ આપ્યું ‘જન વિકલ્પ મોરચા.’ આ પક્ષ નિષ્ફળ રહ્યો અને તેમણે 2019માં એનસીપીમાં ઝ્ંપલાવ્યુ ત્યાર બાદ NCP થી નારાજ વાઘેલાએ 22 જાન્યુઆરી 2020 એ NCPના નેશનલ જનરલ સેક્રેટરી અને પાર્ટીના સભ્ય પદેથી રાજીનામું આપી દીધુ

રાજકીય સફર

-1977માં 6 ઠ્ઠી, 9 મી, 10 મી, 13 મી અને 14 મી લોકસભામાં ચુંટાયેલા સંસદના સભ્ય ચૂંટાઈ આવ્યા હતા

– 9 એપ્રિલ 1984 થી 9 એપ્રિલ 1989 સુધી રાજ્યસભાના સભ્ય  રહ્યા

– 1977-1980 દરમિયાન તે ગુજરાતમાં જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ

– 1980-1991 તેમણે મહામંત્રી અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના પ્રમુખ રહ્યા

-1997-98 રાધનપુર બેઠક પરથી ધારાસભ્ય

-2004-2009 મનમોહન સરકાર માં કેન્દ્રિય કાપડ મંત્રી પણ રહીચૂક્યા છે

-2012-17 કપડવંજ બેઠકપર થી ધારાસભ્ય

-ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી

-શંકરસિંહ વાઘેલાની ભારત પ્રવાસન વિકાસ નિગમ (ITDC) ના ચેરમેન તરીકે પણ નિમણૂક કરવામાં આવી હતી.

-ગુજરાતની ૧૩મી વિધાનસભામાં તેઓની વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી

રાજકીય પક્ષો સાથે જોડાણ

  • 1970-1996 ભાજપ
  • 1996-1998  ‘રાષ્ટ્રીય જનતા પાર્ટી’
  • 1998-2017 કોંગ્રેસ
  • 2017-2019 જન વિકલ્પ મોરચા
  • 2019-20 એનસીપી

શંકરસિંહ વાઘેલાની 80 વર્ષની ઉમરે આજે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફ્રૂતી જોવા મળે  છે અને એવું કહેવામા આવતું શંકરસિંહ વાઘેલા ગુજરાતમાં 18000 ગામડાઑ માથી 8 થી 10 પરિવારને નામ થી ઓળખી શકતા હતા અને ગુજરાતમાં ભાજપને સફળ કરવામાં શંકરસિંહ વાઘેલાનું મહત્વનુ યોગદાન રહ્યું છે