રાજ્યના અનેક જિલ્લામાં આકાશી આફત આવી પડી છે. ત્યારે સૌથી વિકટ પરિસ્થિતિ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળી છે. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. આ દરમિયાન દ્વારકામાં પડેલા વરસાદે અનેક જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 31 ઈંચની કુલ સરેરાશ સામે 50 ઈંચ વરસાદ માત્ર 5-6 દિવસમાં પડ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો: 31 ઇંચની કુલ સરેરાશ સામે 50 ઇંચ વરસાદ પાંચ છ દિવસમાં થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક ગામડાઓમાં ભારે વરસાદને કારણે હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યાં છે. ત્યારે આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અસરગ્રસ્ત જિલ્લાઓ ખાસ કરીને જામનગર અને દ્વારકા જિલ્લાના ગામોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ દ્વારકા અને જામનગર જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને જિલ્લા વહીવટીતંત્રને ભારે વરસાદમાં લોકોની સલામતી માટે ઝીરો કેઝ્યુઆલીટીના અભિગમ સાથે કાર્યરત રહેવા માર્ગદર્શન આપ્યું હતું. દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા ભારે વરસાદના સંદર્ભે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થતા મુખ્યમંત્રીએ દેવભૂમિ દ્વારકાની દરિયાઈ પટ્ટી અને અસરગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવ્યો હતો.

વરસાદે તોડ્યો 30 વર્ષનો રેકોર્ડ
કલેકટર જી.ટી.પંડ્યાએ સમગ્ર સ્થિતિની માહિતી આપતા જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 30 વર્ષનો સરેરાશ વરસાદ 769 મીમી છે તેની સામે છેલ્લા પાંચ છ દિવસમાં 980 મીમી સરેરાશ વરસાદ એટલે કે 31 ઇંચની સરેરાશ સામે 50 ઇંચ વરસાદ વરસ્યો છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો 

Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
 Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો