જોવો તો ખરા કેવી કરુણા… નોકરીના પ્રથમ દિવસે જ જીવ ગુમાવ્યો, પરિવાર હિબકે ચડયો…
રાજકોટ અગ્નિકાંડ મામલે આખું ગુજરાત હિબકે ચડ્યું છે. એક દંપતીના લગ્નના થોડા સમયમાં જ આગની ઘટનામાં ભૂંજાઈ ગયા છે. ત્યારે વધુ એક રૂવાડા ઊભા કરી દેતી વિગત સામે આવી છે. જેમાં નોકરીના પ્રથમ દિવસે જ એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલામાં 28 નિર્દોષ લોકોના મોત થયા છે. વધુ 4 વ્યક્તિઓના DNA રિપોર્ટ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 13 લોકોના DNA રિપોર્ટ મેચ થયા છે અને મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે.આશાબેન ચંદુભાઈ કાથડનો મૃતદેહ પરિવારને સોંપાયો હતા. મૃતદેહની ઓળખ થતાં પરિવારને સોંપાયો હતો. પરિવાર અંતિમવિધિ માટે રાજકોટના બાપુનગર સ્મશાન ગૃહે પહોંચ્યો હતો. આશાબેન TRP ગેમઝોનના કર્મચારી હતા . નોકરીનો પહેલો જ દિવસ હતો અને દુર્ઘટનામાં જીવ ગયો હતો.
તમામ અધિકારીઓ સામે થશે તપાસ
રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસે ગેમિંગ ઝોનના તમામ ડોક્યુમેન્ટ કબજે કર્યા છે. આગ લાગી તે દિવસે રાતે જ 2021થી અત્યાર સુધીના તમામ ડોક્યુમેન્ટ કબજે કર્યા છે. માર્ગ મકાન વિભાગની કચેરી ખોલાવી દસ્તાવેજો કબજે કર્યા છે. દસ્તાવેજોમાં સહી કરનાર તમામ અધિકારીઓ સામે તપાસ થશે.







