રાજ્યમાં વરસાદનું જોર સતત વધી રહ્યું છે. આ દરમિયાન આજે પણ અતિભારે વરસાદની આગાહી છે. સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી છે. તેમાં સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે રાજ્યના 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ રાજકોટ, જામનગર, મોરબી, ભાવનગર, અમરેલી, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, મહીસાગર, દાહોદ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આવતીકાલે આ જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 24 જુલાઈએ કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે. જ્યારે જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ભરૂચ, નર્મદા, બોટાદ, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો







