વડોદરામાં બનેલ હરણી લેકઝોનની બોટકાંડ મામલે હવે ભાજપના કોર્પોરેટર મેદાને આવ્યા છે. વડોદરામાં ભાજપના કોર્પોરેટર આશિષ જોશીની પોસ્ટમાં કમિશનખોરીની પોલ ખોલી છે. ભાજપના કોર્પોરેટરે હરણી લેકઝોનની બોટકાંડમાં કમિશન ખાવામાં લોકોના જીવ ગયા હોવાની પોસ્ટ કરી છે. ભાજપના નેતાએ હપ્તાખોરોની પોલ ખોલી છે.

વડોદરાના હરણી તળાવમાં 18 જાન્યુઆરીએ બનેલી દુર્ઘટના હજુ પણ ભૂલાઈ નથી. આ દુર્ઘટનામાં 12 નાના ભુલકાઓ અને 2 શિક્ષિકાઓના મૃત્યુ નિપજ્યાં હતા. પોતાના વ્હાલસોયા ગુમાવનારા માતા-પિતાના આંખોમાંથી આંસુ સુકાઈ રહ્યા નથી. પોતાના દીકરી-દીકરાના ફોટો જોઈને માતા-પિતા હજુ પણ રડી રહ્યા છે. આ વચ્ચે હવે વડોદરાના ભાજપના જ કોર્પોરેટરે કમિશનખોરીની પોલ ખોલી છે. તેઓ કહ્યું છે કે, કમિશન ખાવાના ચક્કરમાં હરણી બોટકાંડમાં 14ના કરુણ લોકો મૃત્યુ નિપજ્યા છે.

ભાજપના જ કોર્પોરેટરે કરી પોસ્ટ
ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ સોશિયલ મીડિયા પર કમોશનખોરીને લઈને એક પોસ્ટ કરી છે. તેમણે હરણી બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોની તસવીર શેર કરી છે. તે તસવીરમાં નીચેના ભાગે લખેલું છે કે, ‘આ જીવ 700 રૂપિયામાં 300 રૂપિયા કમિશન ખાવમાં ગયા’ આ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘હિસ્સા હિચકિયો કા બનીયે જનાબ, સિસકિયો કા નહીં’