ધારી તાલુકાની લાખાપાદર પ્રાથમિક શાળામાં 78 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. જેમાં ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ શાળામાં દરવર્ષની જેમ આ વર્ષે પણ ધ્વજ વંદન કર્યા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

સ્વાતંત્ર્ય પર્વના અવસર સાથે શાળાના બાળકો માટે તૈયાર કરવામાં આવેલ અત્યાધુનિક કોમ્પ્યુટર લેબ અને શાળાના ક્લાસરૂમનું લોકસર્પણ કરવાંમાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો, smc અધ્યક્ષ, smc સભ્યો તેમજ ગામના આગેવાનો અને વડીલો તથા ભૂતપૂર્વ વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકોની જહેમતથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.