રાજ્યમાં ઉનાળાએ વિધિવત વિદાય લીધી છે અને આ સાથે જ ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. રાજ્ય શુક્રવારે સાંજે અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટું આવ્યું હતું. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 25 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધું પાલિતાણાં નોંધાયો છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ભાવનગર જિલ્લાના પાલિતાણામાં 30મીમી વરસાદ નોંધાયો છે. પાલિતાણા બાદ ડાંગના વઘઈમાં 12મીમી, ભાવનગરના તળાજામાં 11મીમી જ્યારે ગાંધીનગરના માણસામાં 9મીમી વરસાદ નોંધાયો છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યના વિવિધ ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડશે. પરંતુ 17મીથી 22મી જૂન દરમિયાન જે વરસાદ પડશે તે ભારે પવન સાથે હશે. જેમાં કેટલાક સ્થળોએ વૃક્ષો પડવાની અને કાચા મકાનોના છાપરા ઉડી જવાની પણ શક્યતા છે.’
જાણો કયા છે વરસાદની આગાહી
15 જૂને વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં આગાહી છે. જ્યારે 16 જૂને ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, બોટાદમાં વરસાદ વરસી શકે છે. 17 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. જ્યારે 18 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ડાંગ, ગીર સોમનાથ, કચ્છમાં વરસાદની શક્યતા છે. જ્યારે 20 જુને નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ કચ્છમાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.







