મુંબઈ: શ્રીલંકાની અભિનેત્રી jacqueline fernandezની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. સુકેશ ચંદ્રશેખરના 215 કરોડ રૂપિયાની વસૂલી કેસમાં અભિનેત્રી jacqueline fernandez ફસાતી જોવા મળી રહી છે. ઇડીએ આ કેસમાં જેકલીનને પણ આરોપી બનાવી છે. રિપોર્ટ્સ અનુસાર ED બુધવારે જેકલીન વિરૂદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી શકે છે. કહેવામાં આવી રહ્યુ છે કે જેકલીનને ખબર હતી કે સુકેશ ચંદ્રશેખર ક્રિમિનલ છે અને વસૂલીમાં સામેલ હતો. બીજી તરફ સુકેશે જે વસૂલી કરી તેના પૈસાથી જેકલીનને ફાયદો થયો હતો.

10 કરોડની આપી  છે ગિફ્ટ
સુકેશ ચંદ્રશેખર કેસમાં જેકલીનની પહેલા કેટલાક રાઉન્ડમાં પૂછપરછ થઇ ચુકી છે. રિપોર્ટ્સ અનુસાર, ઇડીની તપાસમાં સામે આવ્યુ હતુ કે જેકલીનને સુકેશે 10 કરોડ રૂપિયા ગિફ્ટમાં આપ્યા હતા. ઇડીએ જેકલીનની 7 કરોડ રૂપિયાની સંપત્તિને પ્રિવેન્શન ઓફ મની લૉન્ડરિંગ એક્ટ હેઠળ એટેચ કરી છે. તપાસમાં ખબર પડી કે સુકેશે જેકલીન જ નહી પણ તેના પરિવારના લોકોને પણ કિંમતી ભેટ આપી હતી. સુકેશ પર અલગ અલગ રાજ્યમાં 32 ક્રિમિનલ કેસ છે, તેના વિરૂદ્ધ સીબીઆઇ, ઇડી અને ઇન્કમટેક્સની તપાસ પણ ચાલી રહી છે.

ખાનગી તસ્વીરો લીક થઈ ચૂકી
સુકેશ ચંદ્રશેખર અને જેકલીન ફર્નાન્ડિસની કેટલીક પ્રાઇવેટ તસવીરો પણ લીક થઇ ચુકી છે. સુકેશના ફસાયા બાદ ખુલાસો થયો હતો કે સુકેશે જેકલીનને પણ છેતરપિંડીથી પોતાની જાળમાં ફસાવી હતી. તે જેલમાંથી જેકલીનને ભેટ મોકલતો હતો અને વાત પણ કરતો હતો.