મોરબી: પાલિકાને લઈને અનેક વિવાદો અમે આવી રહ્યા છે. ત્યારે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી MLA કાંતિ અમૃતિયાએ જાહેર કરેલા વીડિયોમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, તેઓ સતત પ્રજા માટે કાર્યરત છે. પાલિકામાં જે ખોટા ખર્ચ થતા હતા જેને કારણે પ્રજાના પૈસા વેડફાતા હતા તો તેને અટકાવામાં આવ્યા છે. અત્યારે ભૂગર્ભ ગટર રોડ રસ્તા સહિતના નાના-મોટા કાર્યો થઈ રહ્યા છે. અગાઉ મોરબી પાલિકાની સ્થિતિ ખરાબ હતી જે હાલમાં સુધરી છે. અને આગામી ઓક્ટોબર માસમાં મોરબીની પ્રજા ને અનેક સુવિધાઓની ભેટ મળશે.

સમગ્ર જિલ્લામાં ન ભૂતો ન ભવિષ્યતિ એવા વિકાસના કાર્યો થશે. આ માટે તેઓ સતત ગાંધીનગરથી કેમ મોરબીને વધુ લાભ મળે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ આ વિકાસના કાર્યોની ભેટ આપવા માટે પાલિકા દ્વારા જે આયોજન કરવામાં આવે છે એમાં અમુક રતન દુઃખીયાઓ અડચણ ઊભી કરી રહ્યા છે. તેવો આક્ષેપ તેમણે કર્યો હતો.

કોન્ટ્રાકટ બંધ થયા એટલે પાલિકાને આ રીતે બદનામ કરે છે

મોરબી પાલિકા ને બદનામ કરનાર તત્વો સામે કાંતિ અમૃતિયની લાલ આંખ કરતાં વિડીયો જાહેર કર્યો છે. પાલિકા દ્વારા અત્યારે ગટર અને લાઈટ સહિતના કામો ચાલુ કર્યા છે. ભૂગર્ભ ગટરની સફાઈ દરમિયાન ગોદળા અને પથ્થર ભરેલ બચકા નીકળતા હોવાની વાત કરી હતી aઅ સાથે તેમણે કહ્યું કે, કેટલાક લોકો આ રીતે પાલિકા ને બદનામ કરી રહ્યા છે. કેટલાકનાં કોન્ટ્રાકટ બંધ થયા એટલે પાલિકાને આ રીતે બદનામ કરે છે. તો એના પેટમાં તેલ પણ રેડાય છે. પાલિકા માં અમે સારી રીતે કામ કરવાના છી અને ખોટું કોઈનું ચાલવાનાં દેવાની વાત કરી છે.

આ પણ વાંચો: લ્યો બોલો…. ગુજરાત યુનિવર્સિટી બાદ હવે રિવરફ્રન્ટ ગાર્ડનમાંથી ગાંજાના છોડ મળ્યા, ઉઠયા અનેક સવાલો

ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કહ્યું કે, મુખ્યમંત્રી પાસે રોડ અને લાઈટની તપાસ પણ માગી હોવાની વાત કરી છે. ત્યારે બીજી તરફ સ્પા મુદ્દે કાર્યવાહી પોલીસે ચાલુ છે. કેટલલાક બહારનાં લોકો આવી ખોટા ધંધા કરે છે. જે ખોટા ધંધા કરવા વાળા બંધ કરી દે તેમ જણાવ્યું હતું.