ગઇકાલે મોડી રાત્રે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ કાર્યાલયથી મહત્વની વિગત જાહેર થઈ. મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, તેંલગણા, ઝારખંડ સહિત અને રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક કરી છે. જ્યારે પુડુચેરીના ઉપરાજ્યપાલની નિયુક્તિ કરી છે.

રાષ્ટ્રપતિ ભવન દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી મુજબ રાષટ્રપતિએ પંજાબના રાજ્યપાલ અને ચંડીગઢના પ્રશાસક બનવારી લાલ પુરોહિતનું રાજીનામું સ્વીકારી લીધુ છે. તેમની જગ્યાએ ગુલાબચંદ કટારિયાની નિમણૂક રાઈ છે જે હાલ અસમના રાજ્યપાલ છે. જ્યારે ગુજરાતના પૂર્વ આઈએએસ ઓફિસર કે કૈલાશનાથનને પુડુચેરીના LG બનાવવામાં આવ્યા છે.

જાણો કોને સોંપી ક્યાંની જવાબદારી
હરિભાઈ કિસનરાવ બાગડે- રાજસ્થાનના રાજ્યપાલ
જિષ્ણુ દેવ વર્મા- તેલંગણા રાજ્યપાલ
ઓમ પ્રકાશ માથુર- સિક્કિમ રાજ્યપાલ
સંતોષકુમાર ગંગવાર- ઝારખંડના રાજ્યપાલ
રમન ડેકા- છત્તીસગઢના રાજ્યપાલ
સીએચ વિજયશંકર- મેઘાલય
સીપી રાધાકૃષ્ણન- ઝારખંડના રાજ્યપાલ
ગુલાબચંદ કટારિયા- પંજાબના રાજ્યપાલ અને સાથે ચંડીગઢના એડમિનિસ્ટ્રેટર
લક્ષ્મણ પ્રસાદ આચાર્ય- સિક્કિમથી અસમના રાજ્યપાલ નિયુક્ત, મણિપુરનો વધારાનો હવાલો
કે કૈલાશનાથન- પુડુચેરીના ઉપરાજ્યપાલ

હજુ ગુજરાત અને ઉત્તરપ્રદેશની ચિત્ર અસ્પષ્ટ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની પણ રાજ્યપાલ તરીકેની ટર્મ પૂર્ણ થઈ ચૂકી છે. પરંતુ ગઇકાલે જાહેર થયેલા લિસ્ટમાં આ બંને રાજ્યો મામલે કોઈ નિર્ણય લેવાયો નથી. આ દરમિયાન હવે આ બંને રાજ્યપાલનો કાર્યકાળ લંબાવાય તેવી ચર્ચાઑ ચાલી રહી છે.

જાણો કોણ છે કે. કૈલાશનાથાન

કે, કે. કૈલાસનાથનને 2009માં મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં મુખ્ય સચિવ તરીકે નિમાયા હતા. તેઓ 33 વર્ષના પ્રભાવશાળી કાર્યકાળ પછી 2013માં ગુજરાતમાં અધિક મુખ્ય સચિવના પદ પરથી નિવૃત્ત થયા હતા. 1979ના ગુજરાત કેડરના નિવૃત્ત IAS અધિકારી કે.કૈલાસનાથન ભારતીય વહીવટી સેવામાં તેમની અદભૂત સેવા માટે જાણીતા છે. કે. કૈલાસનાથન નરેન્દ્ર મોદી સહિત 4 મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલના વિશ્વાસુ અધિકારી રહ્યા.

2013માં નિવૃત્ત થયા હોવા છતાં કે. કૈલાસનાથનના અતૂટ સમર્પણે તેમને મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં સક્રિયપણે સામેલ રાખ્યા છે.કે. કૈલાસનાથને સિવિલ સર્વિસમાં પસંદગી બાદ 1981માં આસિસ્ટન્ટ કલેક્ટર જુનિયર ટાઈમ સ્કેલ તરીકે કારકિર્દી શરૂ કરી હતી. 1981માં મદદનીશ કલેક્ટર તરીકે શરૂ થયેલી ઉમદા કારકિર્દી સાથે કૈલાશનાથન સુરેન્દ્રનગર અને સુરતના કલેક્ટર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને પ્રખ્યાત BRTS (બસ રેપિડટ્રાન્ઝિટ સિસ્ટમ) પ્રોજેક્ટ)ની સ્ટીયરિંગ કમિટીના અધ્યક્ષ સહિત વિવિધ મુખ્ય હોદ્દાઓ પર સેવા આપી ચૂક્યા છે.

 

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો 

Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
 Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો