અજયભાઈ વાળા, અમરેલી/ ધારી તાલુકાના આગેવાનો દ્વારા તેમજ ખેડૂતો અને સ્થાનિકોએ સાથે મળીને મૌન રેલી કાઢી અને ઇકો સેન્સેટીવ ઝોનના કાયદાના વિરોધમાં ધારી મામલતદાર કચેરીએ આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું.

ઇકો સેન્સેટીવ ઝોનને લઈને સ્થાનિકોનો રોષ ચરમસીમાએ જોવા મળ્યો હતો. ત્યારે ધારી તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવિ હીરાણીએ બિન રાજકીય રીતે સૌને સાથે રાખી ઇકોસેન્સેટીવ ઝોન મામલે ચર્ચા કરી હતી. સમગ્ર વિસ્તારમાં ઇકો સેન્સેટીવ ઝોનથી અરેરાટી બોલી છે. ત્યારે આગેવાન સુરેશભાઈ કોટડીયાની વિશેષ ઉપસ્થિતિમાં અન્ય આગેવાનો અને સરપંચો હાજર રહ્યા હતા.

ઉગ્ર આંદોલનની આપી ચીમકી
ધારી મામલતદારને આવેદન પાતરા પાઠવવા ચંપૂભાઈ વાળા, ધીરુભાઈ મકવાણા, અજયભાઈ વાળા, રોહિતભાઈ સરધારા, પંકજભાઈ સોજિત્રા, હિમતભાઈ, રાજનીભાઈ, હરેશભાઈ આંટાળા, મધુભાઈ, વાલજીભાઇ મેંદપરા, વિશાલભાઈ માળવીયા, પ્રકાશભાઇ વેકરીયા, લલિતભાઈ ઇટોળિયા, ડી. બી. ભારોલા, યુનુસભાઈ સહિતના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. જો ટૂંક સમયમાં આ કપરા કાયદાનો કોઈ અંત નહિ આવે તો આગામી સમયમાં રવિભાઈ હીરાની દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
 Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો