Maharastra: વિધાનસભા ચૂંટણી પહેલા અજિત પવારને લાગશે મોટો ફટકો! શરદ પવાર ખેલશે મોટો ખેલ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા NCP (અજિત પવાર)ના જૂથને વધુ એક ઝટકો લાગી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે NCPના મોટા મુસ્લિમ ચહેરાઓમાંથી એક બાબાજાની દુર્રાની ટૂંક સમયમાં શરદ પવારના જૂથમાં સામેલ થઈ શકે છે. બાબજાની શુક્રવારે સાંજે સંભાજીનગરની મુલાકાત દરમિયાન શરદ પવારને મળ્યા હતા.
શરદ પવાર સાથેની મુલાકાત દરમિયાન બાબાજાનીએ દાવો કર્યો હતો કે NCPના ઘણા મોટા નેતાઓ અજિત પવારથી નારાજ છે. બાબાજાની દુર્રાની હાલમાં અજિત પવાર જૂથના પરભણી જિલ્લાના પ્રમુખ છે અને વિધાન પરિષદના સભ્ય છે અને તેમનો કાર્યકાળ થોડા દિવસો પછી સમાપ્ત થશે. MLC અને DCM અજિત પવારની આગેવાની હેઠળના NCP જૂથના વરિષ્ઠ નેતા દુર્રાની આજે સવારે શરદ પવારને મળ્યા હતા અને તેઓ તેમના વફાદારો સાથે શરદ પવારના નેતૃત્વવાળી NCP (SP) માં જોડાય તેવી શક્યતા છે.
288 વિધાનસભા બેઠક પર યોજાશે ચૂંટણી
મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે 26 નવેમ્બરે પૂરો થશે. ઓક્ટોબર-નવેમ્બરમાં અહીં 288 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે, જેના માટે સત્તાધારી મહાયુતિ અને મહાવિકાસ આઘાડીએ પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
લોકસભા ચૂંટણીમાં જાણો શું થયું
તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં, ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને અજિત પવારની NCP મહારાષ્ટ્રમાં 48 બેઠકો માટે સંયુક્ત રીતે ચૂંટણી લડ્યા હતા. જોકે, 2019ની સરખામણીએ આ વખતે મહારાષ્ટ્રમાં NDAને ઘણું નુકસાન થયું છે. ત્રણેય પક્ષો મળીને માત્ર 19 બેઠકો જીતી શક્યા હતા. તેમાંથી ભાજપ અને શિવસેના (શિંદે જૂથ)એ 9-9 બેઠકો જીતી હતી અને અજિત પવારની એનસીપીએ 1 બેઠક જીતી હતી. બીજી તરફ ઈન્ડિયા બ્લોકે 28 સીટો જીતી છે. કોંગ્રેસે 13 બેઠકો, શરદ પવારની એનસીપીએ 8 અને શિવસેના (ઠાકરે જૂથ) 7 બેઠકો જીતી હતી. એક બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી છે.







