રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આ દરમિયાન વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે સુરત વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દમણ દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ રહેશે. નર્મદા ભરૂચમાં ભારે વરસાદની આગાહી. ડાંગ તાપીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ભાવનગર અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ મહેસાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા પંચમહાલ દાહોદમાં ભારે વરસાદ રહેશે. વડોદરા છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જુનાગઢ, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવાં આવી છે. પવનની ગતિ પ્રતિ કલાક 30/40 કિમી રહેશે.

છેલ્લા 24 કલાકમાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામા વરસાદ નોંધાયો છે,જેમાં સૌથી વધુ વાપીમાં પોણા 7 ઇંચ વરસાદ નોંધાયો છે.કપરાડામાં 6 ઇંચથી વધુ વરસાદ,પારડી, ધરમપુરમાં 4 ઇંચથી વધુ વરસાદ,ઉમરગામમાં પોણા 4 ઇંચથી વધુ વરસાદ,જામનગરના જોડીયામાં 2 ઇંચથી વધુ વરસાદ,છોટાઉદેપુર, નવસારીમાં 2-2 ઇંચ વરસાદ,ખેરગામ, જલાલપોરમાં 2-2 ઇંચ વરસાદ,વાલોડ અને બારડોલીમાં 2-2 ઇંચ વરસાદ,સોનગઢ, ડાંગ અહવામાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો







