આજથી માતાની આરાધનાનું પર્વ એટલેકે નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. પ્રથમ નોરતે મા શૈલપુત્રીનું પૂજન અર્ચન કરવામાં આવે છે તેમની પૂજાથી જીવનમાં અપાર સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. હિન્દુ શાસ્ત્રો મુજબ વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. વસંત(ચૈત્રી), અષાઢ, શરદ અને પુષ્ય નવરાત્રિ. નવરાત્રીથી વાતાવરણમાંથી અંધકારનો અંત થાય છે, અને સાત્વિકતાની શરૂઆત થાય છે. મનમાં ઉલ્લાસ, ઉમંગ અને ઉત્સાહની વૃદ્ધિ થાય છે. દુનિયામાં તમામ શક્તિ નારી કે સ્ત્રી સ્વરૂપ પાસે છે. તેથી આ દિવસોમાં દેવીની ઉપાસના કરવામાં આવે છે.
નવરાત્રીના પહેલા દિવસે કરો માતા શૈલપુત્રીનું પૂજન અને જાપ
નવદુર્ગા હિંદુ ધર્મમાં શક્તિ અને ઉપાસનાની પરંપરાના દેવી છે. તેમના નવ સ્વરૂપ ગણવામાં આવ્યાં છે. નવરાત્રીના નવ દિવસોમાં માતાના અલગ અલગ સ્વરૂપની પૂજા અર્ચના થાય છે. પર્વતરાજ હિમાલયના ઘર પુત્રી રૂપમાં જન્મ લેવાના કારણે તેમનું નામ શૈલ પુત્રી પડ્યું. શૈલ એટલે પર્વત થાય. આ દિવસની ઉપાસનામાં યોગી પોતાના મનને ચક્રમાં સ્થિત કરે છે અને અહીંથી તેમની યોગ સાધનાનો પ્રારંભ થાય છે.
શિવ પુરાણ અનુસાર પોતાના પિતા દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં પોતાના પતિ મહાદેવને આમંત્રણ ના મળ્યું એટ્લે પતિના અપમાનથી વ્યથિત સતીએ યોગાગ્નિથી યજ્ઞમાં પોતાને ભસ્મીભૂત કર્યા ત્યારબાદ મહાદેવે એ યજ્ઞ ધ્વંરત કરેલો ત્યારબાદ તેમણે હિમાલયના ઘરે પાર્વતી સ્વરૂપે જન્મ લીધો હતોશૈલપુત્રી દ્રઢતનું પ્રતિક છે તેમના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ પુષ્પ તેમજ મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે. તેમનું વાહન ગાય/ વૃષભ છે
કયા દ્રવ્યો થી કરવી પુજા
પ્રથમ નોરતા દરમ્યાન શૈલપુત્રી માતાની પૂજા ફળ, અક્ષત, રોલી અને ચંદનથી કરવામાં આવે છે.
‘वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्.
वृषारुढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥’
વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધકૃતશેખરામ
વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ
એકાક્ષરી બીજ મંત્રનો પણ કરો જાપ..
રિં શૈલપુત્રી દેવ્યૈ નમ: મંત્રની માળા કરવી








