ગુજરાતમાં કોરોનનું સંક્રમણ ઘટતાની સાથે જ અનેક નિયંત્રણો હળવા કરી દેવામાં આવ્યા છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તમામ યુનિવર્સિટીઓમાં મેડિકલ અને ફાર્મસી સિવાયના તમામ અભ્યાસક્રમોની છેલ્લા વર્ષની પરીક્ષા ઓફલાઈન રીતે લેવાનો આદેશ અરવમાં આવ્યો છે .
યુનિવર્સિટી તથા કોલેજો જુલાઈમાં પોતાની અનુકૂળતા મુજબ સ્નાતક તથા અનુસ્નાતકના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ શકશે. અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 8 જુલાઈથી બી.એ., બી.કોમ. રેગ્યુલર, પોસ્ટ ગ્રેજ્યુએટ અને એક્સનલની ઓફલાઈન પરીક્ષા યોજવાનો નિર્ણય લીધો હતો.
રાજ્યમાં પરીક્ષાનું આયોજન કરતા પહેલા તમામ યુનિવર્સિટી-કોલેજોએ વિદ્યાર્થીઓ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતના સહયોગથી ફરજિયાત વેક્સિન લેવડવાની રહેશે તેમજ કોવિડ19 ના નિયમનું પાલન કરવાનું રહેશે જેમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, માસ્ક પહેરવું સહિતની બાબતોનું પાલન કરીને પરીક્ષા યોજવાની રહેશે.







