રાજકોટઃ કહેવાય છે કે મન હોય તો માળવે જવાઈ.અને આ કહેવતને સાર્થક કરી છે રાજકોટના એક દિવ્યાંગ વિદ્યાર્થીએ.જે પોતે દિવ્યાંગ હોવા છતાં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.સ્મિત ચાંગેલા નાનપણથી જ ન્યુરોપેથી નામના રોગથી પીડાય છે.પણ તેને પોતાની નબળાઈને જ પોતાની તાકાત બનાવીને તેને આત્મનિર્ભર બનવું છે. આ વિદ્યાર્થી જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષા પાસ કરીને IAS ઓફિસર બનવા માગે છે.પણ અત્યારે આ વિદ્યાર્થીએ એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.આ વિદ્યાર્થીનું નામ સ્મિત ચાંગેલા છે.જેને નાકેથી 60 સેકેન્ડમાં ટાઈપ કર્યા 151 કેરેક્ટર, 36 શબ્દો ટાઈપ કરી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન મેળવ્યું છે.

ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા સ્મિત ચાંગેલાનું સન્માન કરવામાં આવ્યું છે.જેના પર પ્રતિક્રિયા આપતા સ્મિતે કહ્યું કે, તેને 60 સેકેન્ડમાં નાક દ્વારા 151 કેરેક્ટરને 36 શબ્દોમાં નાક દ્વારા ટાઈપ કર્યા હતા.નાકના ટેરવા દ્વારા તેને શબ્દો મોબાઈલ સ્ક્રીન પર ટાઈપ કર્યા હતા. જે બદલ તેનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેને એક કિટ પણ આપવામાં આવી છે.

UPSCની તૈયારી કરી રહ્યો છે સ્મિત ચાંગેલા
સ્મિત ચાંગેલાએ જે અત્યારે upscની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે.સ્મિતને 12 બોર્ડની પરીક્ષામાં 99.97 પીઆર આવ્યા હતા.અને ગુજરાત બોર્ડમાં ત્રીજો નંબર અને વિકલાંગ કેટેગરીમાં સ્મિતનો પહેલો નંબર આવ્યો હતો.જેથી મુખ્યમંત્રી દ્વારા એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

છેલ્લા 3-4 વર્ષથી નાકથી ટાઈપ કરે છે
સ્મિત છેલ્લા 3-4 વર્ષથી નાક દ્વારા ટાઈપિંગ કરે છે.પહેલા સ્મિત હાથે ટાઈપ કરતો હતો.પણ વધારે ટાઈપ કરે તો હાથ દુખવા લાગતો હતો.પણ પછી એક દિવસ નાક દ્વારા લખવાનો વિચાર આવ્યો અને તેને નાક દ્વારા લખવાનું શરૂ કર્યું.સામાન્ય વ્યક્તિ નાક દ્વારા ટાઈપ કરે તો તેને દેખાઈ નથી.કારણ કે એટલુ નજીકથી લખવાનુ થાય.સામાન્ય રીતે 25 સેમી અંતર હોય તો વ્યક્તિ મોબાઈલમાં સારી રીતે જોઈ શકે.

ધો.10થી નાકથી લખવાની કરતો પ્રેક્ટિસ
પણ સ્મિતને આ રીતે લખવામાં કોઈ સમસ્યા આવી ન હતી.સ્મિત એટલા સ્પીડથી ટાઈપ કરે સામેવાળી વ્યક્તિને પણ ખબર ન પડે કે સ્મિત નાક દ્વારા ટાઈપ કરે છે.સ્મિત ધોરણ 10 બોર્ડમા હતો ત્યારથી તે ટ્રાઈ કરતો હતો.હવે તેની સ્પીડ વધારે વધી ગઈ છે.