રાજકોટઃ હાલના સમયમાં મોંઘવારીએ માજા મૂકી છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને ઘર ચલાવવું પણ હવે અઘરું થઈ ગયું છે. જીવન જરૂરિયાતની વસ્તુઓની સાથે શિક્ષણમાં પણ ફી વધારો બેફામ વધતા વિદ્યાર્થીઓના ભવિષ્ય જોખમમાં મૂકાયા છે. મેડિકલ કોલેજના ફી વધારા મુદ્દે હાલ વિરોધનો વંટોળ ઉઠ્યો છે.
અમદાવાદ જઈ વાલીઓ કરશે વિરોધ
મેડિકલ કોલેજ ફી વધારા મામલે ગુજરાતભરના વાલી આગેવાનો કાલે અમદાવાદ જશે. મેડિકલ એડમિશનમાં સરકાર દ્વારા ધરખમ ફી વધારો ઝીંકવામાં આવ્યો છે. મેડિકલ GMERS મેનેજમેન્ટ કોટામાં 89 ટકા જનરલ કોટામાં 66 ટકા જેટલો વધારો થયો છે. જેને લઇને વાલીઓ અને બાળકો મૂંઝવણમાં મુકાયા છે. વાલીઓ કાનૂનીલડત લડવાની તૈયારીઓ કરી રહ્યા છે. વાલીઓ કાલે જશે અમદાવાદ વકીલ સલાહ લઈ કાનૂની લડતના મંડાણ કરશે. રાજકોટ અને ગુજરાતમાં ધારાસભ્યો, સાંસદ અને આરોગ્ય મંત્રીને અગાઉ પણ રજુઆત કરી ચૂક્યા છે. આરોગ્ય વિભાગ 20 જુલાઈ 23નો પત્ર પરત ખેંચવા માટે વાલીઓની માંગ છે.







