લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. રાજ્યમાં તોડ જોડની રાજનીતિએ વેગ પકડ્યો છે. બીજી તરફ નારાજગી અને પ્રેશર પોલિટિક્સ પણ શરૂ થઈ ચૂક્યું છે. આ દરમિયાન લોકસભા ચૂંટણી પહેલા સાવલીના ધારાસભ્યએ રાજીનામું ધરી દીધું છે. જેને લઈ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર પાટિલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું છે કે,પક્ષમાં કોને લેવા એ પક્ષ નક્કી કરશે.

એક તરફ વડોદરામાં લોકસભા બેઠક પર ઉમેદવાર બદલાય તેવી અટકળો વચ્ચે સાવલી બેઠકના ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે. જોકે રૂબરૂ અધ્યક્ષને મળી અને રાજીનામું આપ્યું નાથી ત્યારે પ્રેશર પોલિટીકસ કેતન ઇનામદાર રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

પાટિલની પ્રતિક્રિયા આવી સામે 

કેતન ઈનામદારના રાજીનામા બાદ પાટીલની પ્રતિક્રિયા આવી છે. સીઆર પાટીલે કહ્યું કે, કેતન ઈનામદાર માનેલા જ છે. પાર્ટી નીતિ નિયમ પ્રમાણે ચાલશે. કેતનભાઈ માણસ છે નારાજ થઈ શકે. પક્ષમાં કોને લેવા એ પક્ષ નક્કી કરશે.