આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ રહેવાની આગાહી વ્યક્ત કરાઈ છે. આ ઉપરાંત આગામી બે દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે તથા ગુજરાતના વિવિધ ભાગોમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં ગુજરાતના દક્ષિણ ભાગમા ઓફ શોર ટ્રફ સક્રિય છે, જેને કારણે રાજ્યના દક્ષિણ ભાગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે રાજસ્થાનના દક્ષિણ-પશ્ચિમ ભાગ પર એક લો પ્રેશર ઇમ્પ્રેશન સક્રિય છે, જેને કારણે ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. આ સિવાય અમદાવાદ અને ગાંધીનગર તથા આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી જોતા અમદાવાદમાં રાત્રે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પવન ફૂંકાવવાની સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી.
આજે આ જિલ્લામાં વરસી શકે છે વરસાદ
આજે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા
આણંદ તાલુકામાં 1.45 ઈંચ, કપરાડામાં 1.22 ઈંચ, કરજણ અને બોરસદમાં 21-21 મીમી, ડાંગ-આહ્વામાં 19 મીમી, જેતપુર પાવી, અમીરગઢ, દાંતા અને વડાલીમાં 18-18 મીમી, ઉમરગાંવ અને ગોધરામાં 17-17 મીમી, સાવલીમાં 16 મીમી, સાંતલપુર અને પોશીનામાં 15-15 મીમી, આંકલાવ, છોટા ઉદેપુર, સિદ્ધપુર અને વિજયનગરમાં 14-14 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે જ રાજ્યના કુલ 150 તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો







