રાજ્યમમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે રાજકોટમાં અકસ્માત વધુ એક ઘટના સામે આવી છે. ગોંડલ રોડ પર આવેલ ટાટા મોટર્સના શોરૂમ નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કાર અને ઇકો ગાડી વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. જ્યારે પાંચ મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા છે.
રાજકોટની ગોંડલ ચોકડી પાસે સ્કોર્પિયો અને ઇકો કાર સામસામે અથડાઈ હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. આસપાસના લોકોએ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડયા હતા. જ્યારે અકસ્માતમાં થાનગઢના રહેવાસી બે સગા ભાઈઓ શામજીભાઈ નરશીભાઈ પાટડીયા (ઉ.વ. 70) અને મગનભાઈ નરશીભાઈ પાટડીયા (ઉ.વ. 60) ના મોત થયા છે. પરિવારના બે મોભીઓના એકસાથે મૃત્યુથી પાટડીયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ગોંડલ ચોકડી નજીક સર્જાયેલ અકસ્માત એટલો ભયંકર હતો કે, અથડાયા બાદ ઇકો કાર પરત ફરી હતી. આ સાથે જ ધૂળની ડમરી ઊડી હતી. આ ભયંકર આકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાને લઈને રાજકોટ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્તો હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે .
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







