રાજકોટ-જન્માષ્ટમીના લોકમેળાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે.17 થી 21 ઓગસ્ટ સુધી રેસકોર્ષ ખાતે જ લોકમેળો યોજાશે. પહેલા નવા રેસકોર્ષમાં લોકમેળો યોજાય તેવી શક્યતા હતી, પરંતુ રાઇડ્સ માટે ફિઝીબીલીટી ન હોવાને કારણે હવે રેસકોર્સમાં જ મેળો યોજવાનો નિર્ણય લેવાયો છે.આગામી શનિવારે લોકમેળા સમિતીની બેઠક પણ મળશે. જન્માષ્ટમીના મેળામાં લાખોની સંખ્યામાં લોકો એકત્ર થાય છે.

રાજકોટના લોકમેળાની વાત કરવામાં આવે તો વર્ષ 1983 થી રાજકોટમાં વહીવટી તંત્ર દ્વારા આ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. જ્યારે શરૂઆતમાં આ લોકમેળો શહેરની મધ્યમાં આવેલા ત્રિકોણબાગ નજીક આવેલ શાસ્ત્રી મેદાન ખાતે યોજાતો હતો. જ્યારે રાજકોટ ખાતે યોજાનાર લોકમેળામાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો આવતા હોય છે. ત્યારે શાસ્ત્રી મેદાનનું ગ્રાઉન્ડ નાનું પડવા લાગ્યું હતું.

છેલ્લા 5 વર્ષથી લોકમેળાનું થઈ રહ્યું છે નામકરણ 
વહીવટી તંત્ર દ્વારા આ લોકમેળાને વર્ષ 2003થી રેસકોસ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી રહ્યો છે. ત્યારે આ વખતે પણ શહેરના રેસકોસ ગ્રાઉન્ડ ખાતે જ યોજાનાર છે. એવામાં રાજકોટ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. જ્યારે છેલ્લા 5 વર્ષથી લોકમેળાના નામકરણ પણ કરવામાં આવી રહ્યા છે.ગત વર્ષે રસરંગ નામ આપવામાં આવ્યું હતું. ત્યારે જોવાનું રહ્યું કે આ વર્ષે લોકમેળનું નામ શું આપવામાં આવે.