બગસરા, રૂપેશ રૂપારેલિયા/ બગસરામા વિશ્વકર્મા યુવા કમિટી સમસ્ત લુહાર સમાજ દ્વારા સરસ્વતી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો. જેમા વિદ્યાર્થી સન્માન સમારોહ માં ઉપસ્થિત રહેતા જૂનાગઢ થી પૂજય હરિહરાનંદ બાપુ, સાંસદ   ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય જે વી.કાકડીયા તથા શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ કોટડીયા તથા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર તથા બગસરાના અલગ અલગ સંસ્થાઓના પ્રમુખો સહીત બહારથી આવેલા લુહાર સમાજના આગેવાનો તેમજ સમાજના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેલ.

આ વિદ્યાર્થી સન્માન સમારંભમાં L,K,G થી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા વિદ્યાર્થી સન્માન સમારંભમાં સમસ્ત લુહાર સમાજના આગેવાનો તથા શહેરના લુહાર સમાજના લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.

avibhai

આ શૈક્ષણિક સત્કાર સમારંભમાં લુહાર સમાજના લોકોએ જે બહાર કારકિર્દી મેળવી હોય તેવા લોકોને વિશ્વકર્મા એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવેલા અને વિદ્યાર્થી સન્માન સમારંભ વિશ્વકર્મા યુવા કમિટી તેમજ લુહાર સમાજ બગસરા દ્વારા ભારે જહમત કરી અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ વિશેષ વિશ્વકર્મા એવોર્ડ દ્વારા ઇન્ટરનેશનલ ગાયક કલાકાર આશાબેન કારેલીયા સમાજસેવક પરેશભાઈ પોરબંદર કપિલ વાઘેલા વિગેરે મહાનુભાવોને વિશ્વકર્મા એવોર્ડ દ્વારા તેમની કલા થી વિશ્વકર્મા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો સરસ્વતી સન્માન સમારોહ ભોજન અને સંતોના આગમન ત્રિવેણી સંગમથઉત્સવ ઉજવવામાં આવ્યો