વિદ્યા સાથે ઔષધીય વનસ્પતિનું જ્ઞાન વહેંચતો સાસ્વત શિક્ષક દંપતીનું અનોખું અભિયાન. નાના બાળકોના આંખોના ચશ્માંના નંબર ઉતારવા અક્ષીર ઉપાય જીવંતી (ડોડી) વનસ્પતિનું પ્રયોગ કરી લોકોના આરોગ્યની સુખાકારી માટે કરી રહ્યા છે.  કાર્ય રાજ્યભરમાં ડોડીમેન તરીકે જાણીતા બનેલા ભરતભાઈ વિશેષ અભિયાન “હર હર ડોડી, ઘર ઘર ડોડી” જુઓ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નવાગામના યુવાન ભરતભાઈ મકવાણા હાલ કચ્છના મોટા કાંડાગરા ગામે શિક્ષક તરીકે પ્રવૃત્ત છે. પણ બાળકોને શિક્ષણ આપતા થોડા વર્ષો પહેલા એક વાત તેમને દેખાઇ કે નાની ઉંમરના બાળકોની આંખોમાં નંબરના લીધે ચશ્મા પહેરતા જોતા હતા. આ દંપતીએ  પોતાનો ગામઠી અનુભવ કામે લગાડી આ બાબતે જાગૃતિ લાવવા લુપ્ત થવા જઇ રહેલ જીવંતી નામની વનસ્પતિનો પ્રયોગ કર્યો. આ પ્રયોગનું સારું પરિણામ જોવા મળતા પ્રકૃતિ પ્રેમી શિક્ષકે આ વનસ્પતિને લઈ અભિયાન હાથ ધર્યું હતું.

લોકો હવે ડોડીમેન તરીકે ઓળખે
પ્રકૃતિ પ્રેમી યુવાન ભરતભાઈ દ્વારા આ બાબતે વિવિધ વનસ્પતિથી રોગોની સારવાર સાથે આંખોના તથા અન્ય રોગોના ઉપચારમાં અકસીર એવી જીવંતી વનસ્પતિની માહિતી એકત્ર કરવામાં આવી હતી. તેમજ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પર્યાવરણ અને વૃક્ષોના સાવ નહીવત વાવેતરથી દિવસે દહાડે ઘટતા જતા વરસાદના પ્રમાણથી વ્યથિત યુવાને આ માટે બીડું ઉઠાવતા વનસ્પતિના બીજ એકઠા કરી વિદ્યાર્થીઓ તથા સ્નેહીઓને આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ભરતભાઈને આજે લોકો ડોડીમેન તરીકે ઓળખે છે

પર્યાવરણના જતન અને વનસ્પતિના સંવર્ધન બાબતે જાગૃતિ માટેના અભિયાનમાં ભરતભાઈને તેમના જીવનસંગીની જાગૃતિબહેનનો પણ પૂરતો સહકાર મળ્યો હતો. જાગૃતિબહેન પણ માધ્યમિકમાં શિક્ષક તરીકે મહુવા ખાતે ફરજ બજાવી રહ્યા છે. આંખ સહિતના રોગોમાં રામબાણ ઔષધિ જીવંતી વનસ્પતિનો વેલો વૃક્ષ પર કે વાડ પર મોર્ય થાય છે. આ વનસ્પતિની પાન, તેના ફૂલ, ફળ શીંગ), મૂળીયા દવા તરીકે ચાવીને, શાક બનાવીને, પાઉડર બનાવી તેનું સેવન કરવાથી આંખોની રોશની વધવા સાથે નંબર આવતા નથી.  તેમજ હૃદયના રોગો જેમકે શ્વાસ વધવો, હૃદયના ધબકારા વધવા, બ્લડપ્રેશર જેવા અનેક રોગોમાં ગુણકારી છે.

આ વનસ્પતિમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન A આવતું હોવાથી દૃષ્ટિજન્ય રોગોમાં ઉપયોગી છે. જીવંતી નામની દુર્લભ અને લુપ્ત થવા જઇ રહેલ વનસ્પતિને ગુજરાતીમાં જીવંતી, ડોડી, ખરખોડી હિન્દીમાં જીવતી, ડોડી સંસ્કૃતમાં શાક શ્રેષ્ઠા, જીવની, અંગ્રેજીમાં લેપ્ટાડેન નામથી ઓળખવામાં આવે છે. શિક્ષક દંપતી દ્વારા આંખોની રોશની વધારી વિટામીનની ઉણપ પૂર્ણ કરતી વનસ્પતી જીવંતી (ડાંડી)નું માવજતપૂર્વક જતન કરી લોકોને તેના પદા સમજાવાના ઉમદા અભિયાન સાથે હર હર ડોડી , ઘર ઘર ડોડી” ચશમા જોઈને એક પ્રકારની પીડાય છે. અને એ પીડા દૂર કરવા માટે હોસ્પિટલ બંધાવી સારવાર કરવી પરંતુ ડોડીના બીજ તેમજ રોપા નિઃશુલ્ક પણે ગુજરાત તેમજ દેશની વિવિધ શાળાઓમાં પહોંચાડી રહ્યા છે. ખરેખર આ શિક્ષક દંપતી માનવીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે