આજથી રાજ્યભરમાં સ્કૂલવાન ચાલકોની હડતાળ છે. સ્કૂલવર્ધી એસોસિએશને આ નિર્ણય લીધો છે. હડતાળને પગલે હજારો વાનના પૈડાં થંભી ગયા છે. સ્કૂલવાન ચાલકોની હડતાળને લઈ વાલીઓ ભારે મુશ્કેલીમાં છે. સુરતમાં વરસતા વરસાદ વચ્ચે વિદ્યાર્થીઓને શાળાએ મુકવા આવવામાં હાલાકી પડી રહી છે. વાલીઓમાં વાન ચાલકોની હડતાળને લઈને રોષ જોવા મળી રહ્યો છે.

રાજકોટ અગ્નિકાંડ બાદ ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષા સામે સુરક્ષાના તમામ એકમોને ધ્યાનમાં રાખીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીના વિરોધમાં રિક્ષા અને સ્કૂલવાન ચાલકો આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરશે.

ઉચ્ચારી આ ચીમકી 
જ્યાં સુધી વાહનોને કાયદેસરની પરમીટ નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.સ્કૂલ વર્ધીના વાહનોનાં પૈડા થંભી જતાં વાલીઓએ પોતાના બાળકોને જાતે સ્કૂલમાં મૂકવા જવું પડશે.