અમરેલી જિલ્લાના ખાંભા શહેરમાં વહેલી સવારે હોમગાર્ડ જવાન પર હુમલાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ હોમગાર્ડ જવાન પ્રવીણ સરવૈયા પર અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો.

હુમલામાં જવાનને માર મારવામાં આવતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા અને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. બનાવ બાદ ઇજાગ્રસ્ત પ્રવીણ સરવૈયાને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં ખાંભા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. અજાણ્યા ઈસમોએ હોમગાર્ડ જવાન પર કયા કારણોસર હુમલો કર્યો તે અંગે પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.

હાલ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે. ફરિયાદ નોંધાયા બાદ હુમલાખોરો અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે. પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ હુમલામાં સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો