Shaktisinh Gohil :રાજ્યમાં ચૂંટણીનો માહોલ છવાયેલો છે એની તૈયારીઓ ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ સહિત તમામ નાની મોટી પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. એવામાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ખુબ જ આક્રમક મોડમાં જોવા મળી રહ્યાં છે.જાણે સૂતેલા કોંગ્રેસના નેતાઓને જાગવાની ચેતવણી આપી રહ્યાં છે. કામ ન કરવુ હોય તો હોદ્દો છોડવાની તૈયારી રાખો તેવી મહાનગરોના પ્રમુખોને તેમણે ચેતવણી આપી છે. સાથે એવુ પણ કહ્યું કે કામ કરનારાઓને જ પક્ષમાં મહત્વ અપાશે.

ગુજરાત કોંગ્રેસ બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધો છે.અત્રે જણાવીએ કે, શક્તિસિંહ ગોહિલ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ બેઠકોનો દોર ચાલાવી રહ્યાં છે.વિધાનસભાની ચૂંટણીમાં ઈતિહાસનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યા બાદ શક્તિસિંહ હવે કોંગ્રેસ લોકસભામાં નસીબનો દાવ રમવા માટે સજ્જ થઈ રહ્યું છે. જ્યારથી કોંગ્રેસના નવા સુકાની મળ્યા છે ત્યારથી તો બેઠકોનો પણ ધમધમાટ ચાલી રહ્યો છે. સૌ કોઈને લાગી રહ્યું છે કે કદાચ નવા સુકાનીના કારણે કોંગ્રેસની ગાડી પાટે ચઢી શકે છે. પણ આ તો રાજનીતિ છે કઈ જ ધાર્યુ થાય તેવુ સો ટકા ન કહી શકાય. વાત કરીએ શક્તિસિંહ ગોહિલની તો, શક્તિસિંહ ગોહિલને સત્તા પર આવ્યે હજી બે જ મહિના થયા છે, પણ તેમણે તો રીતસરનો સપાટો બોલાવ્યો છે.

જિલ્લાના પ્રમુખો સાથે કરી બેઠક
રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકાના પ્રમુખની એક બેઠક કોંગ્રેસ કાર્યાલયમાં મળી હતી. આ બેઠકમાં શક્તિસિંહ આકરા પાણીએ આવ્યા હતા. તેઓએ કોંગ્રેસના જિલ્લા, મહાનગરોના પ્રમુખોને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે.ગુજરાત જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખો સાથે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ બેઠક યોજી છે તેમજ નિષ્ક્રિય સભ્યોને બહારનો રસ્તો દેખાડવાનો તખ્તો પણ તૈયાર કરાયો છે. સંગઠનનાં સક્રિય અને નિષ્ક્રિય સભ્યોની યાદી બનાવી પગલા લેવાશે. આપને જણાવીએ કે, શક્તિસિંહ ગોહિલ જિલ્લા પ્રમુખો સાથે વન ટૂ વન બેઠક કરી માહિતી મેળવી છે અને જરૂરી પગલા લેવા સૂચનો પણ આપી છે.

કામ કરો નહીં તો હોદ્દો છોડો
આ બેઠકમાં શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટ સંબળાવ્યું કે, બદલાવ માટે તૈયાર રહો. કામ કરો નહિ, તો હોદ્દો છોડો. કામ નહિ કરો તો હોદ્દો છોડવાની તૈયાર રાખો. શક્તિસિંહે કહ્યું કે, નેતાઓની ચિઠ્ઠીના આધારે પદની લહાણી બંધ થશે. શક્તિસંહ ગોહિલે જિલ્લા, મહાનગરોના પ્રમુખોની બેઠકમાં કડક શબ્દોમાં ચેતવણી આપી છે. કામ ના કરનારાઓને બદલા તૈયાર રહેવા ચેતવણી આપી. સાથે જ કહ્યું કે, આગામી દિવસોમાં જિલ્લા અને શહેર પ્રમુખ બદલાઈ શકે છે. કામ કરનારાઓને જ પક્ષમાં મહત્વ મળશે.

કામ નહીં કરો તો સાઈડલાઈન કરાશે
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, ટીમ શક્તિસિંહમાં સક્રિય અને નવા ચહેરાઓ જોવા મળશે તેમજ જિલ્લા પ્રમુખો સાથેની બેઠકમાં શક્તિસિંહનો સ્પષ્ટ સંદેશ છે કે, કામ ન કરનાર હોદ્દેદારોને સાઈડ લાઈન કરાશે. તેમજ જે લોકો કામ નથી કરતા કે નથી કરી શકતા તે સ્વૈચ્છિાએ જગ્યા છોડે તેમ શક્તિસિંહએ કહ્યું છે. સંગઠનમાં સક્રિય ન હોય તેવા હોદ્દેદારોને દૂર કરી નવા ચહેરાઓને સ્થાન અપાશે અને આગામી દિવસોમાં યોજાનાર પાર્ટીના કાર્યક્રમોને લઈને પણ બેઠકમાં ચર્ચા થઈ છે. જિલ્લા સ્તરે પક્ષને મજબૂત બનાવવા અંગે પણ જિલ્લા પ્રમુખો સાથે વન ટુ વન ચર્ચા કરવામાં આવી છે

ચિઠ્ઠીના આધારે પદની લ્હાણી નહીં થાય
તો બેઠકમાં શક્તિસંહ ગોહિલે નેતાઓનું વ્યક્તિગત નામ લીધા વગર કહ્યું કે, પક્ષમાં કામ કરનાર વ્યક્તિને જ મહત્વ મળશે. અત્યાર સુધી કેટલાક કિસ્સાઓમાં કોંગ્રેસમાં નેતાઓની ચિઠ્ઠીઓના આધારે હોદ્દાઓની લ્હાણી થતી હતી. આ પદ્ધતિમાંથી કોંગ્રેસ હવે બહાર આવશે. કોંગ્રેસની વિચારધારાને જનમાનસ સુધી પહોંચાડનારને સંગઠનમાં સ્થાન મળશે. પક્ષ માટે કામ કરતા કાર્યકર અને નેતાઓની કારકિર્દીઓની ચિંતા કોંગ્રેસ કરશે. સાથે જ તેઓએ કોંગ્રેસના પ્રમુખોને સમાજના વિવિધ ક્ષેત્રમાં સ્થાનિક કક્ષાએ કામ કરતા કોઈ પણ વ્યક્તિને પક્ષ સાથે જોડીને કોંગ્રેસને મજબૂત કરવા હાકલ પણ કરી.