મેહુલભાઈ ત્રિવેદી, ધારી – ચલાલાના દાનેવ સોસાયટી વિસ્તારમાં આવેલ એક લાકડાના ડેલામાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા.

માહિતી મળતાં જ ચલાલા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને કબજે લઈ તાત્કાલિક ચલાલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.

પ્રાથમિક માહિતી મુજબ મૃતકના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસે આસપાસના વિસ્તારની તપાસ શરૂ કરી છે તેમજ મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો પણ તેજ કર્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ બહાર આવી શકશે. હાલ સમગ્ર મામલે પોલીસે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો