” શ્રી શિવાય નમસ્તુભ્યમ”

ઉપવાસ અને આધ્યાત્મિક ઊર્જાનો મહાપર્વ છે એટલે શ્રાવણમાસ .
શિવજીની કૃપા પ્રાપ્ત કરવાનો આ મહિનો શિવાલયોમાં ઉમટી રહેલી ભીડ એ વાતનું પ્રમાણ છે કે ભક્તિ ની શક્તિ અતૂટ છે.

ઓમ નમઃ શિવાયના નાદથી ગુજતા શિવાલયોમાં ભીડ એ વાતનું પ્રમાણ છે કે ,દેવાધી દેવ મહાદેવ હર એક ની મનોકામના પૂર્ણ કરે છે .અને ભક્તોના બધા કાર્યોમાં સફળતાં આપે છે .
ભજન , કીર્તન પુજા,અર્ચના ,ઉપવાસનું અનરું મહત્ત્વ છે . ભોળાનાથ એમજ ભોળા નથી કહેવાતા એનાં મંદિર સુધી જવા વાળાની જોલી ખુશીઓથી ભરી દે છે. માત્ર જળ ચડાવાથી પ્રસન્ન થઈ ને ખુશીઓને પ્રસાદ રૂપ આપે છે .

શ્રાવણ એટલે ઉપવાસ અને પૂજા જ નહિ પરંતુ પોતાની અંદરના શિવને ઓળખવાનો રસ્તો , મહાદેવ વિષ પીધું હતું એ આપણને સમજાવે કે વિષ મળે તો ગળામાં રાખો હદય માં નહિ . જટામાં ગંગા અને ચંદ્ર આપણને શાંતિ અને સંયમ શીખવે છે . ભસ્મ શીખવે કે જે માટીનું શરીર છે એ અહી જ રહી જવાનું છે . ભગવાન શિવનું ત્રીજું નેત્ર શીખવે છે કે બહારની દુનિયા જોતા પહેલા અંતરમન અંદર જોવું પડે છે .

શ્રાવણમાં શિવ ને શોધવા મંદિર તો જઈએ છીએ , પરંતુ આપણી અંતર આત્મા શાંત કરી એક ક્ષણ પણ ધ્યાનથી બેસી ને જોવું . ક્યાંક ને ક્યાંક શિવ દેખાશે.

શિવજી એકમાત્ર એવા દેવ છે જે એક લિંગ ના સ્વરૂપમાં આખા પરિવાર સાથે પૂજાય છે .
શિવપુરણની કથા અનુસાર આ દિવસે મહાદેવ શિવરાત્રી ના દિવસે લિંગોદ્રવ સ્વરૂપે પણ પ્રગટ થયા હતા .
અનંત જ્યોતિર્લિંગ સ્વરૂપ પ્રગટ થયાં હતાં . બ્રમ્હા વિષ્ણુ એ એમના અનંત સ્વરૂપ શોધવાના પ્રયત્નો કર્યાં પરંતુ તેઓ અસફળ રહ્યા.આથી શિવજી સર્વોચ્ચ તત્ત્વ તરીકે પ્રગટ થયા .આ ઘટના લીંગોદ્રવ તરીકે ઓળખાય છે.
એક માત્ર બિલ્વપત્ર અને એક ધતુરાથી રાજી થતા મહાદેવ ભક્તોના કષ્ટોને દુર કરે છે . શિવરાત્રીના દિવસે ઉપવાસનું તો અનેરું મહત્વ છે. અને જો ઉપવાસ પ્રદોષકાળ થી ચાલુ થાય તો મહાદેવ પ્રસન્ન થાય છે . મનોકામના પૂર્ણ કરે છે .

” હર હર મહાદેવ ”

રૂપલ ધર્મેશભાઈ ગંગાજળિયા
(નીકાવા )

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો